અમદાવાદ : રાજ્યમાં ચકચાર મચાવનાર ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ (ગુજરાતમાં 2004માં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. (Ishrat jahan Encounter case)માં આજે અમદાવાદની સીબીઆઈ કોર્ટે (CBI Court)એ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપી એવા ગુજરાત પોલીસના અધિકારીઓ તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ, અનાજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ સીબીઆઈની અદાલતે જણાવ્યું, 'ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એમની ફરજના ભાગ રૂપે કાર્યવાહી કરી છે.ઈશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી એ ઈનપૂટ નકારી શકાય તેમ નથી.' આ કેસમાં પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ કરવાની અરજીની સુનાવણી આજે સીબીઆઈ કોર્ટમાં થઈ છે. આ અધિકારીઓ પૈકીના જી.એલ. સિંઘલ આઈપીએસ હતા જ્યારે તરૂણ બારોટ ડીવાયએસપી હતા અને અનાજુ ચૌધરી સહાયક સબ ઇન્સ્પેક્ટર હતા.
વર્ષ 2004માં અમદાવાદ શહેરની નજીક ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ, ઝીશાન પોલીસ સાથેની મુઠભેડમાં મોતને ભેટ્યા હતા. આ તમામ લોકો લશ્કર-એ-તોઈબા સાથે સંકાળેયાલો હાવોનો અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના ઈરાદા સાથે રાજ્યમાં આવ્યા હોવાની બાતમી મળી હતી. આ કેસમાં ઈશરત જહાન અને જાવેદના પિતા દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેસની સીબીઆઈ તપાસ થઈ હતી. આ કેસમાં અગાઉ રાજ્યના જાબાંઝ પોલીસ અધિકારી ડીજી વણઝારા અને ડૉ.એન.કે. અમીન નિર્દોષ સાબિત થયા હતા. આ તમામ અધિકારીઓ સામે કેસ ચલાવવાની રાજ્ય સરકારે મંજૂરી નહોતી આપી. આમ આજે વધુ ત્રણ અધિકારીઓને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ કેસે તત્કાલિક મુખ્યમંત્રીની હત્યાના ઈરાદાથી આવેલા ઈસમોના એન્કાઉન્ટરના કારણે રાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જ્યો હતો. આ કેસમાં સીબીઆઈની તપાસમાં રાજ્યના અનેક આઈપીએસ અધિકારીઓની પૂછપરછ થઈ હતી તેમજ મોટા માથાઓની ધરપકડ થઈ હતી. જોકે, આખરે ધીરે ધીરે કેસની તપાસ ચાલી અને સમયાંતરે નવા નવા મુદ્દાઓ કેસમાં આવતા હતા.દરમિયાનમાં આજે રાજ્યના 3 પોલીસ અધિકારીઓને આ કેસમાંથી સીબીઆઈની અદાલતે ડિસ્ચાર્જ કર્યા છે.