ઘરમાં બેસી દારૂ પીવો એ ગુનો ગણાય ?

News18 Gujarati
Updated: February 22, 2019, 7:30 PM IST
ઘરમાં બેસી દારૂ પીવો એ ગુનો ગણાય ?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 22, 2019, 7:30 PM IST
સંજય ટાંક, અમદાવાદ

ગુજરાતમાં દારૂબંધી છે, આથી અહીં દારૂ રાખવો કે પીવો ગુનો બને છે, આ નિયમનું ઉલ્લંઘન કરવા પર જેલની સજા થઇ શકે છે, જો કે લાયસન્સ ધરાવતા લોકો દારૂ પી શકે છે. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, આ પિટિશનમાં પુછવામાં આવ્યું કે ઘરમાં બેસી દારુ પીવો એ રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે કેમ?

અમદાવાદ સ્થિતિ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે, આ પિટિશન અરજી કરનારે દારુબંધીના કાયદાને રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ પડકાર્યો છે. હાઇકોર્ટમાં દાખલ પીઆઇએલમાં અરજકર્તાએ પુછ્યું કે શું ઘરમા બેસીને દારૂ પીવો એ રાઇટ ટુ પ્રાઇવેસીનો ભંગ ગણાય કે કેમ.

અહીં ક્લિક કરી વાંચોઃ લાલ કપડામાં જુઓ ઐશ્વર્યાનો ઢાસુ અંદાજ, એકવાર તો જોવા જેવી છે આ તસવીરો

હાઇકોર્ટમાં પડકારવામાં આવેલી આ પીઆઇએલ મામલે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલે ખુલાસો માગ્યો છે. આ મામસે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
First published: February 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...