Home /News /ahmedabad /શું કોરોના પાછો આવ્યો? શહેરમાં વાયરલ ઈન્ફેકશનના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો
શું કોરોના પાછો આવ્યો? શહેરમાં વાયરલ ઈન્ફેકશનના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો
શહેરમાં વાયરલ ઈન્ફેકશનના કેસ વધ્યા
Viral Infection Cases: અમદાવાદમાં છેલ્લા કેટાલક દિવસોથી વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો થયો છે. સરકારી હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલ હોય. આ તમામ જગ્યાએ ઓપીડીમાં લાબી કતારો જોવા મળે છે. ઓપીડીમાં સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શનના જોવા મળે છે.
અમદાવાદ: શહેરમાં રાગચાળો વધી રહ્યો છે બેવડી ઋતુના કારણેની લોકોના સ્વાસ્થય પર અસર પડી રહી છે. કેટલાક લોકોને ઋતુ બદલાતી હોવાથી પણ શરદી ઉધરસ થાય છે. પરંતુ છેલ્લા કેટાલક દિવસોથી વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો થયો છે. સરકારી હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલ હોય. આ તમામ જગ્યાએ ઓપીડીમાં લાબી કતારો જોવા મળે છે. ઓપીડીમાં સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શનના જોવા મળે છે. જો કે વાયરલ ઇન્ફેક્શન 5થી 7 દિવસ સુધી રહે છે. તેમજ વાયરલ ઇન્ફેક્શનમાં જરૂર ન હોય તો એન્ટીબાયોટિક્સ દવા ટાળવા માટે સલાહ આપવામાં આવી છે.
ડોક્ટરે તકેદારી રાખવા આપી સલાહ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેટ ડોકટર રાકેશ જોષીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, અત્યારની પરિસ્થિત જોતા લાગે છે કે ઘરે ઘરે વાયરલ ઇન્ફેક્શન દર્દીઓ છે સોમથી શુક્રમા સરેરાશ 3800ની ઓપીડી છે. એટલે 10 દિવસમાં 38000 ઓપીડી થાય છે. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન વધુ કેસ જોવા મળે છે. કફ કોલ્ડ ફીવરની ફરિયાદ હોય છે. કોવીડ, વાયરલ ઇન્ફેક્શન, h1n1 બધાના લક્ષણો એક જેવા જ લાગે છે. સિઝનલ ફ્લુમા એન્ટિબાયોટીક્સ આપવાની જરૂર નથી. વાયરલ ઇન્ફેક્શન થાય તો તકેદારી રાખવી જોઈએ જેના કારણે બીજા લોકોને ચેપ લાગે નહી.’
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યુ છે કે, છેલ્લા 20 થી 25 દિવસ જાણે ફરી કોરોના બેઠો થયો હોય તેવી રીતે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. શરદી, તાવ, ઉધરસ આવે છે. જો કે ચેપી તો છે એક વ્યક્તિને થાય એટલે ઘરમાં 5 વ્યકિતને થાય છે. જેના કારણે દવાની માંગમા 25 થી 30 ટકાનો વધારો થયો છે. કપસીરપમી માંગમાં પણ ધરખમ વધારો થયો છે. જે ચિંતાનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના કેસમાં લોકો ડોકટરની સલાહ મુજબ દવા લેતા હોય છે. પરંતુ અમુક કિસ્સામાં લોકો જાતે જ ઉપચાર કરવા લાગે છે. પરંતુ એન્ટીબાયોટિક્સ દવાઓ ડોકટરની સલાહ મુજબ લેવી જોઈએ. એન્ટીબાયોટીક્સનો ખોટો ઉપયોગ શરીર માટે હાનિકારક છે. જેથી વધારાની બિમારી કે, શરીરને નુકશાન થઈ શકે છે.