Home /News /ahmedabad /શું કેન્દ્ર સરકાર આ વર્ષના અંતમાં ડિજીટલ યુનિવર્સિટી શરુ કરી રહી છે? જાણો કેવી રીતે થઈ રહ્યું છે કામ
શું કેન્દ્ર સરકાર આ વર્ષના અંતમાં ડિજીટલ યુનિવર્સિટી શરુ કરી રહી છે? જાણો કેવી રીતે થઈ રહ્યું છે કામ
ડિજીટલ યુનિવર્સિટી
Digital University: જે વિદ્યાર્થીઓ અંતરિયાળ વિસ્તારમાં રહે છે કે પછી કોઈને કોઈ પ્રકારે અભ્યાસ માટે કોલેજ કે યુનિવર્સિટીમાં જઈ નથી શકતા તેવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર ખુબ જ ટૂંકા સમયમાં ડિજીટલ યુનિવર્સિટી લાવી રહી છે.
અમદાવાદ: જે વિદ્યાર્થીઓને ભણવું છે અને તેવા વિદ્યાર્થીઓ કે જેઓ અંતરિયાળ વિસ્તારમાં રહે છે કે પછી કોઈને કોઈ પ્રકારે અભ્યાસ માટે કોલેજ કે યુનિવર્સિટીમાં જઈ નથી શકતા તેવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર ખુબ જ ટૂંકા સમયમાં ડિજીટલ યુનિવર્સિટી લાવી રહી છે. જેના પર ખુબ ઝડપથી કામ થઈ રહ્યું છે. જાણો કેવા કોર્સ હશે અને કેવી રીતે વિદ્યાર્થીઓ આ ડિજીટલ યુનિવર્સિટીમાં કરી શકશે અભ્યાસ તે જાણવું જરુરી છે.
આ માટે નેશનલ સેમિનાર યોજાયો
ગુજરાત યુનિવર્સિટીમાં ડિઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડિજીટલ કન્ટેન્ટ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે કેન્દ્ર સરકારના સીઈસીના ડાયરેક્ટર જગત ભુષણ નડ્ડા ઉપસ્થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓએ હવે અભ્યાસ માટે યુનિવર્સિટી કે કોલેજમાં જવું નહિ પડે. કેન્દ્ર સરકાર ટુંક સમયમાં ડિજીટલ યુનિવર્સિટી શરુ કરી રહી છે. નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત ડિજીટલ યુનિવર્સિટી શરુ થશે. જગત ભુષણ નડ્ડાએ જણાવ્યું કે, 27 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા થાય તેવી સરકારની મનશા છે. હાલ દેશમાં 1,100 જેટલી યુનિવર્સિટી છે અને 40થી 50 હજાર કોલેજીસ છે.
જો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ડબલ કરવો હોય તો નવી 1,100 યુનિવર્સિટી અને બીજી 40થી 50 હજાર કોલેજીસ બનાવવી શક્ય નથી. જેથી ડિજીટલ એજ્યુકેશન એક માત્ર એવો સોર્સ રહેશે. જે લોકો સુધી પહોંચી શકે. ડિજીટલ એજ્યુકેશન અંતરિયાળ વિસ્તાર કે, આર્થિક અગવડતા હોય તેવી જગ્યાએ પણ આપણે ડીજીટલ એજ્યુકેશન પહોંચાડી શકીશું. જે માટે ડિજીટલ યુનિવર્સિટી શરુ થઈ રહી છે. અને એ શરુ થઈ જશે તો જે વિદ્યાર્થીઓનો અભ્યાસ કોલેજમાં નહીં જવાના કારણે છૂટી રહ્યોં છે તેઓ પોતાનો અભ્યાસ પુરો કરી શકશે. એ માટે એ પણ જરુરી નથી કે તમે ત્રણ વર્ષમાં જ ગ્રેજ્યુએશન કમ્પલીટ કરો. એક એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટના માધ્યમથી તમે કરેલા અભ્યાસનો ક્રેડિટ બેન્કમાં પહોંચી જશે. જેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો છો.
8 કોર્સ તૈયાર કરીને યુજીસીને સબમીટ કર્યા
ડિજીટલ યુનિવર્સિટી માટે સરકાર ગંભીર છે અમે તેના પર કામ કરીએ છીએ. અમે 8 કોર્સ તૈયાર કરીને યુજીસીને સબમીટ કર્યા છે. પોલીટીકલ સાયન્સ, ઈતિહાસ, સોશિયોલોજી, સાયકોલોજી, ઈકોનોમિક્સ સહિતના ઓનલાઈન કોર્સ તૈયાર કરીને આપ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, અંદાજે 250થી વધુ ડિજીટલ કન્ટેન્ટ ઈએમઆરસી દ્વારા કરાયું છે. ઈએમઆરસીને 7 જેટલી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળ્યો છે. યુનિવર્સિટી પાસે પણ ત્રણ પ્લેટફોર્મ પર કોર્સ અવેલેબલ છે. ઓફલાઈન, એક્સટર્નલ અને ઓનલાઈન પણ અભ્યાસ કરાવવામાં આવે છે. આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને સવાસોથી વધુ અધ્યાપકો આ મુદ્દે ટ્રેનિંગ લઈ રહ્યાં છે.