અમદાવાદઃ બંધુઆ મજૂરો કેસમાં મૂળ નાગાલેન્ડના IPSની મદદ લેવાઇ

વર્ષ 2011માં ઝોન 5 ડીસીપી (DCP) તરીકે રહી ચૂકેલા ગુજરાત કેડરના વાબાંગ જામીર છે. જેઓ મુળ નાગાલેન્ડના હોવાથી તેમની મદદ લેવાઇ હતી.

News18 Gujarati
Updated: September 16, 2019, 7:24 AM IST
અમદાવાદઃ બંધુઆ મજૂરો કેસમાં મૂળ નાગાલેન્ડના IPSની મદદ લેવાઇ
આરોપીઓની તસવીર
News18 Gujarati
Updated: September 16, 2019, 7:24 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ નિકોલ પોલીસે કઠવાડા જીઆઇડીસીમાં (GIDC)મજૂરી માટે લવાયેલા 94 જેટલા બંધુઆ મજૂરોને મજૂરી કામમાંથી મુક્ત કરાવ્યા બાદ હવે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીની નિકોલ પોલીસે (Nikol Police)ધરપકડ કરી છે. પણ સૂત્રોનું કહેવું છે કે મુક્ત કરાયેલા લોકો આસામ અને નાગાલેન્ડના હોવાથી ઝોન 5 ડીસીપી અક્ષયરાજ મકવાણાએ એક આઇપીએસ અધિકારીની મદદ લીધી હતી. આ આઇપીએસ (IPS)અધિકારી ઔર કોઇ નહિ પણ વર્ષ 2011માં ઝોન 5 ડીસીપી (DCP) તરીકે રહી ચૂકેલા ગુજરાત કેડરના વાબાંગ જામીર છે. જેઓ મુળ નાગાલેન્ડના હોવાથી તેમની મદદ લેવાઇ હતી.

આસામ અને નાગાલેન્ડથી (Assam) (Nagaland)કોન્ટ્રાક્ટ પર મજુરો લાવી તેમને બંધક બનાવી મજુરી કરાવતા 3 લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નિકોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કઠવાડા જીઆઇડીસીમાં દવા ની ફેક્ટરીમાં કામ કરતા 12 બાળકો સહિત 94 બંધુઆ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. આ લોકો ને આસામ અને નાગાલેન્ડમાંથી પગારની લાલચે લાવવામાં આવતા હતા. અને કઠવાડા ની એસજીપી સાયન્સ ક્રોપ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મજૂરી માટે લઈ જવામાં આવતા હતા. આ મજૂરોને મુકેશ ભરવાડ નામ નો કોન્ટ્રાક્ટર રિંગ રોડ પોતાના ફાર્મ હાઉસ ખાતે રાખતો હતો. પોલીસે માહિતી ના આધારે આ લોકો ને મુક્ત કરાવ્યા અને મુકેશ ભરવાડ સહીત ૩ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસમાં પહેલા મુકેશ ભરવાડનુ નામ સામે આવ્યુ અને તેની તપાસ કરતા નાગાલેન્ડ અને આસામના બે સહ આરોપીના નામ સામે આવ્યા. જેમા સિનોયહિલ પુટી બીજોય પુટી ક્રિશ્ચિયન અને હોતનબી બાયોતુ ક્રિશ્ચિયન કે જે મુકેશ ના ફાર્મ પર હાજર હતા. તે ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે. મુકેશ આસામના બે દલાલ મારફતે અહીંયા મજુરો લઈ ને આવ્યો હતો અને તેમની પાસે દવાઓ ની ફેક્ટરી માં કામ કરાવતો હતો. પોલીસ એવું માની રહી છે કે આ મજૂરોને મજૂરીનું પેમેન્ટ નહોતું મળ્યું એટલે સમગ્ર બાબત બહાર આવી. એકતરફ ફેક્ટરી માલિક કહે છે મુકેશને મજૂરીનું ચેકથી પેમેન્ટ કર્યું છે. પણ મુકેશ હાલ પોલીસ સમક્ષ પેમેન્ટ ન મળ્યું હોવાનું કહે છે. જેથી પોલીસ પણ આ બાબતને લઇને ઘૂંચવાઇ છે. ત્યારે કેટલાક મજૂરો બે ત્રણ વર્ષથી કામ કરતા હતા ત્યારે કેટલાક ત્રણ ચાર માસથી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આસામ અને નાગાલેન્ડથી લવાયેલા 94 બંધુઆ મજૂરોને પોલીસે મુક્ત કરાવ્યા

સમગ્ર કેસની અન્ય દિશામાં પોલીસે તપાસ કરતા મજૂરો આસામ અને નાગાલેન્ડના હોવાથી ભાષાની સમસ્યા ઉદભવી હતી. જેને લઇને ગુજરાત કેડરના એક આઇપીએસ વાબાંગ જામીરની પણ મદદ લેવાઇ હતી. આઇપીએસ વાબાંગ જામીર વર્ષ 2011માં અમદાવાદમાં ઝોન 5 ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા. આ કેસમાં પણ તેમની મદદ લેવાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આઇપીએસ વાબાંગ જામીર હાલ તેઓ સ્ટેટ આઇબીમાં ફરજ બજાવી રહ્યા છે.
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...