આઇપીએલ 2017: કેકેઆરનું રન મશીન ઘાયલ, અંકિત રાજપૂતના બોલથી ડેરેન બ્રાવો ઇજાગ્રસ્ત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇપીએલ 2017: કેકેઆરનું રન મશીન ઘાયલ, અંકિત રાજપૂતના બોલથી ડેરેન બ્રાવો ઇજાગ્રસ્ત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની દસમી સિઝન આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં કેકેઆરને મોટો આંચકો લાગ્યો છે. કેકેઆરના રન મશીનને લઇને અવઢવ સર્જાઇ છે. વેસ્ટ ઇન્ડિઝનો ફટકાબાજ બેટ્સમેન ડેરેન બ્રાવોને ઇજા થતાં થતાં ઘાયલ થયો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
કોલકત્તા #ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની દસમી સિઝન આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં કેકેઆરને મોટો આંચકો લાગ્યો છે. કેકેઆરના રન મશીનને લઇને અવઢવ સર્જાઇ છે. વેસ્ટ ઇન્ડિઝનો ફટકાબાજ બેટ્સમેન ડેરેન બ્રાવોને ઇજા થતાં થતાં ઘાયલ થયો છે. કેરેબિયન ખેલાડી ડેરેન બ્રાવો નેટ પ્રેક્ટિશ દરમિયાન એક ઉછળતા બોલથી ઘાયલ થયો છે. બ્રાવોને અંકિત રાજપૂતનો બોલ હાથ પર વાગ્યો હતો અને દર્દથી તે કણસી ઉઠ્યો હતો. ટીમ સુત્રોના જણાવ્યા અનુસાર આ ઇજા ગંભીર નથી પરંતુ સારવારના ભાગરૂપે બ્રાવો હાલ બેટીંગથી દુર રહી રહ્યો છે. કેકેઆરના સ્ટાર હરફનમૌલા યુસૂફ પઠાણે પ્રેક્ટિશ કરી હતી જ્યારે કેપ્ટન ગૌતમ ગંભીર બુધવારથી ટીમ સાથે જોડાશે.
First published: March 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर