Home /News /ahmedabad /

જાણવું જરૂરી: અમદાવાદ: IPL મેચ જોવા પોતાનું વાહન લઇને જશો તો 3 કિ.મી. ચાલવું પડશે

જાણવું જરૂરી: અમદાવાદ: IPL મેચ જોવા પોતાનું વાહન લઇને જશો તો 3 કિ.મી. ચાલવું પડશે

આજે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ રમાશે.

IPL in Narendra Modi stadium : ટુ વ્હીલર માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 23 પાર્કિંગ બનાવવામાં આવેલ છે. જેની ક્ષમતા 12,000 ટુ વ્હીલર અને 15,000 ફોર વ્હીલરની છે. પાર્કિંગ માટે તમારે બૂકિંગ કરાવવાનું રહેશે.

    અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર (IPL in Ahmedabad) લીગ 20-20ની વર્તમાન સિઝન અંતિમ તબક્કા તરફ આવી પહોંચી છે. આજે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ (Rajasthan Royals Vs Royal challengers) થશે. જ્યારે રવિવારે ફાઇનલ (IPL 2022 final in Ahmedabad) રમાશે. આ બંને રોમાંચક મુકાબલા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. આજની મેચમાં વિજય મેળવનારી ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1.32 લાખની ક્ષમતા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આ માટે એકદમ સજ્જ છે. ત્યારે બીજી બાજુ ચાહકોમાં પણ આ બંને મેચ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અને 29મીના રોજ રમાનારી આઈ.પી.એલ. 2022ની ફાઈનલ મેચને ધ્યાનમાં રાખી મેચ રસિકો માટે એ.એમ.ટી.એસ. (AMTS) અને બી.આર.ટી.એસ.ની (BRTS) બસ દોડાવવા નિર્ણય કરાયો છે. એ.એમ.ટી.એસ.ની 116 બસ 19 રૂટ ઉપર દોડાવાશે.

    પાર્કિંગની વ્યવસ્થા ગેટથી દૂર

    આઈ.પી.એલ.ની મેચના 27 અને 29 મેના દિવસે એ.એમ.ટી.એસ.અને બી.આર.ટી.એસ.ની બસો વિવિધ રુટો ઉપર દોડાવાશે. 27મીએ બપોરે ત્રણથી એએમટીએસ.ની 54 બસ મુકવામાં આવી છે. સ્પેશિયલ રુટ ઉપર 12 બસ મુકવામાં આવી છે. ત્યારે જો તમે પોતાનું વાહન લઇને જશો તો તમારે 3 કિલોમીટર જેવું ચાલવું પડશે. પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા સ્ટેડિયમના ગેટથી ઘણી દૂર રાખવામાં આવી છે જેના કારણે પ્રેક્ષકોને ઘણી મુશ્કેલી થવાની આશંકા છે.

    આ પણ વાંચો: આઈપીએલની ફાઇનલમાં 10,000 કરોડથી વધારે રૂપિયાનો સટ્ટો રમાશે!

    પાર્કિંગ માટે પહેલાથી જ બૂક કરાવીને જવું પડશે

    અમદાવાદમાં મેચ જોવા આવનાર દર્શકોના વાહનોને પાર્ક કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોએ પાર્કિંગ બુક કરીને જ આવવાનું રહેશે. વાહનોના કારણે રોડ પર ટ્રાફિક ન થાય અને સમયસર લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુના કુલ 31 પાર્કિંગ લોકેશન બનાવવામાં આવેલ છે. જેમાં ટુ વ્હીલર માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 23 પાર્કિંગ બનાવવામાં આવેલ છે. જેની ક્ષમતા 12,000 ટુ વ્હીલર અને 15,000 ફોર વ્હીલરની છે.

    આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદ આવતા જ હોટેલમાં થયું ભવ્ય સ્વાગત

    તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં AMTS 116 બસો અને BRTS ની 56 બસ મુકવામાં આવશે. અનેક રૂટને ડાયવર્ઝન અપાયા છે. મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ *શો માય પાર્કિંગ એપ્લિકેશન* પર થી ફરજિયાત એડવાન્સ બુક કરવાનું રહેશે. જેમાં *Android:* https://tinyurl.com/smpandroid *iOS:* https://tinyurl.com/smpios લિંક પરથી વાહન પાર્કિંગ કરી શકશે.



    સ્ટેડિયમમાં આ વસ્તુઓ ભૂલથી પણ ન લઇ જતા

    સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે પાણીની બોટલ, હેલ્મેટ, લાઇટર્સ, ટિન્સ, ધાતુની વસ્તુઓ, ગેરકાયદે વસ્તુ, ફટાકડા, હથિયાર, બેનર, ફ્લેગ સ્ટેડિયમની અંદર લઇ જવાની મનાઇ છે. આ ઉપરાંત સ્ટેડિયમની અંદર નાસ્તો પણ નહીં લઇ જઇ શકાય. જેના કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમના ફૂડ સ્ટોલ પરથી જ નાસ્તા-પાણી કરવું પડશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: IPL 2022, અમદાવાદ, આઇપીએલ, ગુજરાત

    આગામી સમાચાર