આઇપીએલ-10 હરાજી LIVE: પૂણેએ લગાવી બેન સ્ટોક્સની સૌથી મોંઘી બોલી, 14.5 કરોડમાં ખરીદ્યો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇપીએલ-10 હરાજી LIVE: પૂણેએ લગાવી બેન સ્ટોક્સની સૌથી મોંઘી બોલી, 14.5 કરોડમાં ખરીદ્યો
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોંઘી ખેલાડી બન્યો છે. આઇપીએલ-10ની હરાજીમાં સ્ટોક્સ સૌથી મોંઘી કિંમતમાં ખરીદાયો છે. પૂણેએ સુપરજોઇન્ટ્સે રેકોર્ડબ્રેક 14.50 કરોડમાં સ્ટોક્સને ખરીદ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
બેંગલુરૂ #ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોંઘી ખેલાડી બન્યો છે. આઇપીએલ-10ની હરાજીમાં સ્ટોક્સ સૌથી મોંઘી કિંમતમાં ખરીદાયો છે. પૂણેએ સુપરજોઇન્ટ્સે રેકોર્ડબ્રેક 14.50 કરોડમાં સ્ટોક્સને ખરીદ્યો છે. સ્ટોક્સ પહેલી વાર આઇપીએલમાં ભાગ લઇ રહ્યો છે. એની બેઇઝ પ્રાઇ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. કોરી એન્ડરસને દિલ્હી ડેયરડેવિલ્સને એક કરોડમાં ખરીદ્યો હતો. બીજી તરફ માર્ટિન ગુપ્ટિલ, ઇરફાન પઠાણ અને પવન નેગી જેવા ખેલાડીઓને ખરીદનાર મળ્યા ન હતા. આ હરાજીમાં 357 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ ખેલાડીઓના યાદીમાં 62 બેટ્સમેન, 117 બોલર, 148 ઓલરાઉન્ડર, 30 વિકેટકિપર છે. આ હરાજીમાં 227 એવા નવા ખેલાડીઓ છે કે જેઓ પ્રથમ કક્ષાની ક્રિકેટ માટે રાહ જોઇ રહ્યા છે. આવા પાંચ ખેલાડી અફઘાનિસ્તાનના છે. આ હરાજીમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ 23.1 કરોડ રૂપિયાની રકમ સાથે મેદાનમાં છે. આ સાથે કોલકત્તા નાઇટ રાઇડર્સ પાસે 19.75 કરોડ, કિંગ્સ ઇલેવન પંજાબ પાસે 23.35 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ 20.9 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર 17.8 કરોડ, રાઇઝીંગ પૂણે સનરાઇજર્સ 17.5 કરોડ, ગુજરાત લાયન્સ 14.35 કરોડ અને મુંબઇ ઇડિયન્સ પાસે 11.5 કરોડ રૂપિયા છે. આ સાત ખેલાડીઓની બેઇઝ પ્રાઇજ સૌથી ઉંચી આ હરાજીમાં સાત ખેલાડીઓ એવા છે કે જેમની આધાર કિંમત 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ભારતના ઇશાંત શર્મા અને ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઉપરાંત ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન, ક્રિસ વોક્સ, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ જોનસન, પેટ કમિંસ અને શ્રીલંકાના કેપ્ટન એન્જેલો મેથ્યૂજનો સમાવેશ થાય છે.
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर