આઇપીએલના પ્રારંભે યુવરાજે આપ્યો પરચો, રોયલ ચેલેન્જર્સને હરાવ્યું

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇપીએલના પ્રારંભે યુવરાજે આપ્યો પરચો, રોયલ ચેલેન્જર્સને હરાવ્યું
આઇપીએલ 2017ના પ્રારંભે જ ગત વર્ષના ચેમ્પિયન સનરાઇજર્સ હૈદરાબાદે પોતાનો પરચો આપ્યો છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 35 રનથી હરાવ્યું છે. સનરાઇજર્સે આપેલા 208 રનના ટારગેટનો પીછો કરતાં રોયલ ચેલેન્જર્સ 172 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
હૈદરાબાદ #આઇપીએલ 2017ના પ્રારંભે જ ગત વર્ષના ચેમ્પિયન સનરાઇજર્સ હૈદરાબાદે પોતાનો પરચો આપ્યો છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 35 રનથી હરાવ્યું છે. સનરાઇજર્સે આપેલા 208 રનના ટારગેટનો પીછો કરતાં રોયલ ચેલેન્જર્સ 172 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. હૈદરાબાદ માટે આશિષ નેહરા, ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાનને બે બે વિકેટ મળી જ્યારે દિપક હુજા અને વિપુલ શર્માને એક એક વિકેટ મળી, ડેવિડ વોર્નરને કેચ ઓફ ધ ડે, ક્રિસ ગેલને મેક્સિમમ સિક્સેસ એવોર્ડ મળ્યો જ્યારે યુવરાજને પ્લેયર ઓફ ધ ગેમ અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપ્યો હતો. મંદિપ સિંહ(24) અને ક્રિસ ગેલ(32)એ ચેલેન્જર્સને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ અંદાજે 10ની રનરેટથી અંદાજે 52 રન બનાવ્યા હતા. જોકે બંને ખેલાડીઓ આઉટ થઇ ગયા હતા. મંદિપ છઠ્ઠી ઓવરના ચોથા બોલમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાનનો શિકાર થયો હતો. જ્યારે ગેલ સાતવી ઓવરના ત્રીજા બોલમાં દિપક હુડાનો શિકાર થયો હતો.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर