Home /News /ahmedabad /The Kashmir files: કાશ્મીર ફાઇલ ફિલ્મ મુદ્દે AHP પ્રમુખ પ્રવિણ તોગડીયાએ શું આપ્યું નિવેદન?
The Kashmir files: કાશ્મીર ફાઇલ ફિલ્મ મુદ્દે AHP પ્રમુખ પ્રવિણ તોગડીયાએ શું આપ્યું નિવેદન?
ડો. પ્રવિણ તોગડિયા
AHP Pravin togadia on The kashmir files: અમારી માંગ છે કે સરકાર કાશ્મીરી હુન્દુઓને તેમની જમીન સંપત્તિ પાછી અપાવે તેવી માંગ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના (International hindu Parishad) નેતા પ્રવિણ તોગડીયાએ (Pravin togadia) કરી છે.
અમદાવાદ: કાશ્મીર ફાઇલ ફિલ્મ (The Kashmir files) 1990નું દર્દ ફરી સામે લાવી છે. પણ એનાથી પણ મોટું દર્દ છે કે 32 વર્ષ જેટલો સમય વીતવા છતાં કશ્મીરી હિન્દુઓને (Kashmiri hindu) તેઓની જમીન સંપત્તિ અપાવી શક્ય નથી તેઓને તેઓના ઘરમાં વસાવી શક્યા નથી. જેથી અમારી માંગ છે કે સરકાર કાશ્મીરી હુન્દુઓને તેમની જમીન સંપત્તિ પાછી અપાવે તેવી માંગ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના (International hindu Parishad) નેતા પ્રવિણ તોગડીયાએ (Pravin togadia) કરી છે.
હાલમાં રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલએ ભારે ચર્ચા જગાવી છે. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનું દર્દ સામે આવ્યું છે. તો બીજીતરફ કાશ્મીર ફાઇલ મુવીને ટેક્સ ફ્રી કરવા મામલે ભાજપ અને આપ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા. તેવામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડીયાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે કાશ્મીર ફાઇલ ફિલ્મ 1990નું દર્દ ફરી સામે લાવી છે.
પણ એનાથી પણ મોટું દર્દ છે કે 32 વર્ષ જેટલો સમય વીતવા છતાં કશ્મીરી હિન્દુઓને તેઓની જમીન સંપત્તિ અપાવી શક્યા નથી તેઓને તેઓના ઘરમાં વસાવી શક્યા નથી. તેઓએ માંગ કરી છે કે સરકાર કાશ્મીરી હુન્દુઓને તેમની જમીન સંપત્તિ પાછી અપાવે. તેમજ સમાન નાગરિક કાયદો લાવી બેથી વધુ બાળકો પર પ્રતિબંધ લગાવી આખા ભારતને કશ્મીર બનવાથી બચાવવા માંગ કરી છે.
તેઓએ જણાવ્યું કે આગામી જૂન મહિનાથી ચાલો કશ્મીર અભિયાન શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. દેશમાં ગરીબ અને અમિર વચ્ચે દુરી વધી રહી છે. બેરોજગારી વધી રહી છે. દેશની આર્થિકનીતિમાં સંપૂર્ણ પરિવર્તનની આવશ્યકતા છે. અયોધ્યામાં રામ મંદિર બની ગયું હવે કાશી મથુરા બનાવવાનું અભિયાન અમે શરૂ કરીશું.
દેશના 2 કરોડ યુવાઓને ત્રિશૂળ ધારણ કરવામાં આવશે.હાલમાં સોસાયટીઓમાં પણ કાશ્મીર ફિલ્મ દર્શાવવાનું આયોજન થઈ રહ્યું છે. તેઓનું માનવું છે કે ફિલ્મ દેખાડવી એ સારી બાબત છે. પરંતુ તેઓને થયેલા જખ્મો સાજા કરવા ની દિશામાં પણ વિચારવું જોઈએ.