Home /News /ahmedabad /Crime News: 'સાહેબ, મારી સાથે કોઈ ઇન્સ્ટાગ્રામ પર વાત નહોતું કરતું', છોકરીનું આઈડી બનાવી કર્યું ગંદુ કામ

Crime News: 'સાહેબ, મારી સાથે કોઈ ઇન્સ્ટાગ્રામ પર વાત નહોતું કરતું', છોકરીનું આઈડી બનાવી કર્યું ગંદુ કામ

આરોપીઓની તસવીર

Ahmedabad Crime News: યુવતીઓ સાથે મિત્રતા કેળવી યુવતીના ન્યૂડ ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી યુવતીને બદનામ કરનાર બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

અમદાવાદઃ ઈન્સ્ટાગ્રામ પર કોઈ વાત ન કરતું હોવાથી એક યુવકે યુવતીના નામનું ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી (Instagram fake ID) બનાવી નાખ્યું હતું. બીભત્સ વાતો અને ન્યૂડ વીડિયો કોલ (Video call) કરનાર આખરે ઝડપાયો હતો. યુવતીઓ સાથે મિત્રતા કેળવી યુવતીના ન્યૂડ ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી યુવતીને બદનામ કરનાર બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ વિજય થાપા અને અભય રામચંદ્ર કપૂર છે. બંને આરોપીઓ અમદાવાદના ખોખરા અને અમરાઈવાડી વિસ્તારના રહેવાસી છે. આરોપી વિજય છેલ્લા પાંચ વર્ષથી વેરહાઉસની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે આરોપી અભય રામચંદ્ર કપૂર ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે.

આરોપી અભય કપૂર યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો મૂકી અન્ય યુવતીઓ સાથે બિભસ્ત ચેટ કરતો હતો જ્યારે આરોપી વિજય ફરિયાદી યુવતીને ન્યૂડ વીડિયો કોલ કરવાનું કહેતો અને જો નહિ કરે તો યુવતી ના અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યો હતો. જોકે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા  બંને આરોપીઓને ઝડપી પડ્યા છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: સ્પામાં કામ કરતી પ્રેમિકાના ઘરેથી પ્રેમીની લાશ મળવાનો મામલો, હવે થશે આ ગુનાની કાર્યવાહી

પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે કે આરોપી વિજય સાથે યુવતી એ ન્યૂડ વીડિયો કોલ કરવાની ના પાડતા યુવતી ને બદનામ કરવા માટે આવું કૃત્યું કર્યું હતું જ્યારે આરોપી અભય કપૂરે તો યુવતી એ મિત્રતા આગળ વધારવાની ના પાડતા યુવતી ની જાણ બહાર યુવતી ના ફોટો અને નામ વાળું  ફેક એકાઉન્ટ બનાવી અન્ય યુવતીઓ સાથે બિભસ્ત ચેટ કરી યુવતી ને બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું.

આ પણ વાંચોઃ-ગુજરાત યુનિવર્સિટીના 21 વિદ્યાર્થીઓ IAS અધિકારીઓ પાસે ટ્રેઇન થશે, જાણો કેવું છે આયોજન

હાલ તો સાયબર ક્રાઈમ ની ટીમે બંને આરોપીઓ ની ધરપકડ કરી યુવતીઓ ની વધુ બદનામી થતી અટકાવી છે. અને બને આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ આ ઘટનાઓ જોતા એવું ચોક્કસ કહી શકાય કે સોશિયલ મીડિયા મારફતે અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવવી એ યુવતીઓ માટે લાલ બત્તી સમાન છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, CYBER CRIME, Gujarati news

विज्ञापन