Home /News /ahmedabad /વિશ્વ જળ દિવસે જળ સંરક્ષણ ક્ષેત્રે SVPI એરપોર્ટની પ્રેરણાદાયી કામગીરી, પાણીનું રિસાયક્લિંગ કરવામાં આવ્યું
વિશ્વ જળ દિવસે જળ સંરક્ષણ ક્ષેત્રે SVPI એરપોર્ટની પ્રેરણાદાયી કામગીરી, પાણીનું રિસાયક્લિંગ કરવામાં આવ્યું
પ્રેરણાદાયી કામગીરી
World Water Day: વિશ્વ જળ દિવસે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે 85,000 કિલો લિટર પાણીનું રિસાયક્લિંગ પૂર્ણ કર્યુ છે. સતત વધી રહેલા મુસાફરોના કારણે વિકસીત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એરપોર્ટ પર જળસંરક્ષણ માટેના પ્રયાસો મહત્વપૂર્ણ અને પ્રેરણારૂપ રહ્યા છે.
અમદાવાદ: વિશ્વ જળ દિવસે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે 85,000 કિલો લિટર પાણીનું રિસાયક્લિંગ પૂર્ણ કર્યુ છે. સતત વધી રહેલા મુસાફરોના કારણે વિકસીત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એરપોર્ટ પર જળસંરક્ષણ માટેના પ્રયાસો મહત્વપૂર્ણ અને પ્રેરણારૂપ રહ્યા છે. રાજ્યના સૌથી મોટા હવાઈમથકો પૈકી એક સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ 258 કિલોલીટર ગંદુ પાણી નીકળે છે. એરપોર્ટની અંદર સ્થાપિત પ્લાન્ટમાં ટ્રીટ કરેલાં ગટરના પાણીનો બાગાયતી કામોમાં ઉપયોગ કરવામાં આવે છે.
અહીં રોજ 258 કિલોલીટર ગંદુ પાણી નીકળે છે
રિસાઈકલ પાણીના ઉપયોગથી બાગાયત માટે તાજા પાણીના વપરાશમાં ઘટાડો થયો છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની એરપોર્ટ પરિસરમાંથી નીકળતા 500 કિલો લિટર ગંદા પાણીને ટ્રીટ કરવાની ક્ષમતા ધરાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રીટેડ પાણીનો પુનઃઉપયોગ કરવાથી વાર્ષિક 400 પરિવારોની પીવાલાયક પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય છે.
પાણીના પુનઃઉપયોગ માટે ટ્રીટ કરવા ઉપરાંત એરપોર્ટ વોટર રિચાર્જ ક્ષમતામાં પણ સક્રિયપણે વધારો કરી રહ્યું છે. એરપોર્ટ પર 41 થી વધુ ભૂગર્ભજળ રિચાર્જ પિટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં રનવેની આસપાસ બનાવેલા સ્ટોર્મ વોટર ડ્રેઇન્સમાંના કેટલાક ખાડાઓનો પણ સમાવેશ થાય છે. પાણીનો વપરાશ અને લિકેજ ઘટાડવા 208 સેન્સર-આધારિત પાણીના નળ શૌચાલયોમાં લગાવવામાં આવ્યા છે. જેનાથી 30 % થી વધુ પાણીનો બચાવ થાય છે.
SVPIA દ્વારા ટ્રીટેડ પાણીનો વાર્ષિક ઉપયોગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્રિકેટ પીચને જાળવવા વપરાતા 2 મહિનાના પાણીની સમકક્ષ છે. SVPIA દ્વારા ટ્રીટેડ ગંદા પાણીના વાર્ષિક ઉપયોગથી 400 પરિવારોની વાર્ષિક પીવાલાયક પાણીની જરૂરિયાતો પૂરી કરી શકાય છે. SVPIA દ્વારા વાર્ષિક રિસાઈકલ કરવામાં આવતું ગંદુ પાણી અમદાવાદના કાંકરિયા તળાવના કુલ જથ્થાના 6 ટકા જેટલું છે.