Hocco ઇટરીનાં ચણા પૂરીમાંથી નીકળ્યો વંદો, હોબાળા બાદ પૈસા પરત કર્યા

News18 Gujarati
Updated: November 7, 2019, 10:40 AM IST
Hocco ઇટરીનાં ચણા પૂરીમાંથી નીકળ્યો વંદો, હોબાળા બાદ પૈસા પરત કર્યા
હાલમાં જ હૅવમોરમાંથી હૉક્કો થયેલી રેસ્ટોરન્ટનાં પેકેટ ફૂડમાંથી મંકોડો નીકળતા વિવાદ સર્જાયો છે.

પેક્ડ ચણા પૂરીનાં બોક્સમાંથી મંકોડો નીકળ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : હાલમાં જ હૅવમોરમાંથી (Havmor) 'હૉક્કો' (Hocco) થયેલી રેસ્ટોરન્ટનાં પેકેટ ફૂડમાંથી મંકોડો નીકળતા વિવાદ સર્જાયો છે. શહેરનાં (Ahmedabad) આનંદનગર વિસ્તારમાં આવેલી હૉક્કો ઈટરીમાંથી એક વ્યક્તિએ બે બોક્સ ચણાપૂરી (Chana Puri) પાર્સલ કરાવ્યાં હતાં. જેમાંથી એક બોક્સમાંથી મંકોડો નીકળ્યો હતો.જમતી વખતે જ મંકોડો દેખાતા તાત્કાલિક રેસ્ટોરન્ટ પર જઇને યુવકે હોબાળો કર્યો હતો. જોકે, રેસ્ટોરન્ટે યુવકને નાણાં પાછા આપી દીધા હતાં.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આનંદનગર રોડ પર આવેલી હૉક્કો ઇટરીમાંથી ગઇકાલે એટલે બુધવારે બપોરે એક યુવકે ચણા પૂરીનાં બે બોક્સ પાર્સલ કરાવ્યાં હતાં. ઘરે જઇને તેઓ જમવા બેઠા હતા ત્યારે જ તેમને ચણામાં કોઇ કાળી વસ્તુ દેખાઇ હતી. તેને ધ્યાનથી જોતા મંકોડો જેવું લાગતા હાથમાં લઇને તપાસી હતી. જે બાદ તે યુવક બંન્ને ડબ્બા લઇને રેસ્ટોરન્ટ જઇને આ અંગેની ફરિયાદ કરી હતી. પહેલા તો રેસ્ટોરન્ટ સંચાલકે આવું ન બની શકે તેવી દલીલ કરી હતી. પરંતુ તેમણે પણ બોક્સમાં મંકોડો જોતા તે યુવકને રુપિયા પરત કરી દીધા હતા અને પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.

આનંદનગરમાં આવેલી છે આ ઇટરી.


આ પણ વાંચો : વકીલોએ પોલીસને ગુલાબના ફૂલો આપી કહ્યું, 'પ્રેમથી રહો અને પ્રેમથી રહેવા દો'

પીઝા હટનાં પીઝા રોલમાંથી વંદો નીકળ્યો હતો

વડોદરાના આર.સી. દત્ત રોડ, રેસકોર્ષ સર્કલ ઉપર આવેલી પિઝા હટ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં થોડા દિવસો પહેલા મોડી રાત્રે જમવા ગયેલા પરિવારે 6 વર્ષની દીકરી માટે મંગાવેલા રોલ પિઝામાંથી વંદો નીકળ્યો હતો. જેને પગલે પરિવારે હોબાળો મચાવી મૂક્યો હતો. આ દરમિયાન આજે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઇ હતી. પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકોએ દરવાજો ના ખોલતા ટીમ અડધો કલાક બહાર ઉભી રહી હતી. આ અંગેનો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો.
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...