ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકરે મોમેંટો આપી સન્માનિત કર્યા
અમદાવાદ જિલ્લામાં આવેલી રોપડા પ્રાથમિક શાળાએ ક્ષિતિજ સાયન્સ લેબ કાર્યરત કરી છે. આ શાળા દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવે છે. શાળાનું સચિન તેંડુલકરે સન્માન કર્યું છે.
Parth Patel, Ahmedabad : અમદાવાદ જિલ્લાનાં દસક્રોઈ તાલુકાનાં રોપડા પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા પાંચેક વર્ષમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે અને તેમાં સફળતા પણ મળી છે. તાજેતરમાં જ રોપડા ગામ અને શાળાના વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાન વિષય સાથે વિવિધ ટેકનોલોજી સારી રીતે સમજી અને શીખી શકે તે માટે અદ્યતન ક્ષિતિજ સાયન્સ લેબ બનાવવામાં આવી છે.
દરેક બાળક સ્વગતિ સાથે સ્વરુચિ અને સ્વવિચાર ધરાવતા હોય છે
શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અઘરી લાગતી બાબતોને વિવિધ પ્રશ્નો દ્વારા પ્રાયોગિક માધ્યમે જરૂરી માહિતી મેળવી શકે છે. દરેક બાળક સ્વગતિ સાથે સ્વરુચિ અને સ્વવિચાર ધરાવતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓ આપ મેળે યોગ્ય માર્ગદર્શન હેઠળ રોબોટિક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફિઝિકલ કોડીંગ પણ શીખી પોતાની સ્વગતિએ આગળ વધી શકે છે. આ માટે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમયાંતરે લેબ ટેકનીશિયન દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે. લોકડાઉનના સમયમાં રોપડા શાળા દ્વારા ઓનલાઇન સમર કેમ્પ જે ગુજરાત રાજ્ય અને દેશનો પ્રથમ 150 દિવસ સળંગ ચાલનારો ઓનલાઇન સમર કેમ્પ રહ્યો હતો. જેમાં શાળાને બે રાષ્ટ્રીય કક્ષાના સન્માન મળી ચૂક્યા છે.
ક્ષિતિજ સાયન્સ લેબ કાર્યાંવિત કરાઈ
શાળાના પ્રિન્સિપાલ નિશીથભાઈ આચાર્યે જણાવ્યું હતું કે, અમારી શાળાને રાજ્ય સરકાર તરફથી તો સંખ્યાબંધ સુવિધાઓ મળે છે. જેમાં ખાસ જ્ઞાનકુંજના ડિજિટલ ક્લાસરૂમનો સમાવેશ થાય છે. અમારા બાળકોને વિજ્ઞાનમાં રસ-રુચિ કેળવાય તે માટે પણ અમે વિશેષ પ્રયત્નો કર્યા છે. અમને સરકાર ઉપરાંત અન્ય ખાનગી સંસ્થાનો અને સેવાભાવી સંગઠનનો પણ સહયોગ મળે છે. પહેલા ગામમાંથી માત્ર એક જ વિદ્યાર્થી સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરી પોતાના કાર્ય ક્ષેત્રમાં કાર્યરત થઈ શકતો. પરંતુ આવનારા સમયમાં આ ગામના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે શકે તે માટે ક્ષિતિજ સાયન્સ લેબ કાર્યાંવિત કરાઈ છે. અત્યાર સુધી વિવિધ સ્પર્ધામાં 24 જેટલા મેડલ અને 50 જેટલા સર્ટિફિકેટ પણ મેળવી ચૂક્યા છે.
ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકરે મોમેંટો આપી સન્માનિત કર્યા
આ શાળાને ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકર પણ મોમેંટો આપી સન્માનિત કરી ચુક્યા છે. લોકડાઉનના સમયમાં ડિજીટલ શિક્ષણ માટે સરકાર તરફથી દરેક બાળકોને માઇક્રોસોફ્ટ ટીમ એપના એકાઉન્ટ દ્વારા ખૂબ સરળતાથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી શક્યા.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.