Home /News /ahmedabad /

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો નવતર અભિગમ : નવા શૈક્ષણિક સત્રથી 5000 ગરીબ બાળકોને મળશે સ્માર્ટફોન

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો નવતર અભિગમ : નવા શૈક્ષણિક સત્રથી 5000 ગરીબ બાળકોને મળશે સ્માર્ટફોન

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad School board News: આગામી નવા શિક્ષણિક સત્રથી 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.  જેનાથી બાળકો વધુ સ્માર્ટ શિક્ષણ મેળવી શકશે. 

અમદાવાદ: શિક્ષણમાં બદલાતા નવા આયામ સાથે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ (Ahmedabad Municipal School Board) પણ નવતર અભિગમ અપનાવી રહ્યું છે. અત્યારે સ્માર્ટ શાળાઓ થકી સ્કૂલબોર્ડ બાળકોને સ્માર્ટ લર્નિંગ (Smart learning) તો કરાવી જ રહ્યું છે. પણ હવે આ અભિગમમાં પણ નવો બદલાવ થઈ રહ્યો છે. આગામી નવા શિક્ષણિક સત્રથી 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.  જેનાથી બાળકો વધુ સ્માર્ટ શિક્ષણ મેળવી શકશે.

Amc સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં સ્માર્ટ સ્કૂલ અંતર્ગત amc સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવામાં આવશે. જેમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે સુવિધા આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં 443 શાળાઓમાં 1 લાખ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં જે વિદ્યાર્થીઓના માતા પિતા ન હોય અને જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સ્કૂલબોર્ડના ચેરમેન સુજોય મહેતા જણાવે છે કે હાલના તબક્કે 5 હજાર જેટલા બાળકોને આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં amc સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં અંદાજે 10 હજારની કિંમતનો સ્માર્ટફોન આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-OMG! ડ્રાઈવરની નોકરી કરતો વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ, Dream-11માં ₹59 લગાવી જીત્યા ₹2 કરોડ

ત્યારે amc સ્કૂલ બોર્ડની શાળામાં ભણતા જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓને આ સ્માર્ટફોન આપવામાં આવશે. આ પ્રયોગ સફળ થાય બાદમાં અન્ય વધુ બાળકોને પણ સ્માર્ટફોન આપવાનું આયોજન છે. મહત્વનુ છે કે કોરોનાના કારણે ઓફલાઇન શિક્ષણને ખૂબ મુશ્કેલીઓ પડી. અને ઓનલાઇન અભ્યાસનો નવો વિકલ્પ ખુલ્યો.

આ પણ વાંચોઃ-Hit and Run: સુરતના ડિંડોલીમાં દૂધ લેવા નીકળેલા યુવકને કાર ચાલેક અડફેટે લેતા મોત

જેથી હવે સ્કૂલબોર્ડ દ્વારા ઓફલાઇન સાથે ઓનલાઇન શિક્ષણ પર પણ વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેથી કરીને કોઈ ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ બોર્ડ બજેટમાં જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, AMC News, Education News, Gujarati news

આગામી સમાચાર