Home /News /ahmedabad /Ahmedabad: હવે શિક્ષણ, ઉદ્યોગ અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘટશે, જાણો કેવી રીતે
Ahmedabad: હવે શિક્ષણ, ઉદ્યોગ અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘટશે, જાણો કેવી રીતે
ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચેનું અંતર ઘટાડવાનો ઉદ્દેશ્ય
અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રી-એકેડેમિયા ઈન્ટરએક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઈન્ડસ્ટ્રી મીટનો ઉદ્દેશ્ય ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચેનું અંતર ઘટાડવા હતો.
Parth Patel, Ahmedabad: આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વ્યવસાય સાથે જોડાણ કરતા થાય તે માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટી ખાતે ઉદ્યોગોને જોડતી ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઈન્ડસ્ટ્રી મીટનો ઉદ્દેશ્ય ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચેનું અંતર ઘટાડવા હતો.આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે ઉદ્યોગ સાથેનું જોડાણ પરસ્પર લાભદાયક છે અને શિક્ષણ, ઉદ્યોગ અને વિદ્યાર્થીઓ માટે જીત,જીત અને જીતની પરિસ્થિતિનું સર્જન કરે છે.
ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચેનું અંતર ઘટાડવાનો ઉદ્દેશ્ય
સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડેટા સાયન્સ દ્વારા આયોજિત કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટ, ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, નિરમા યુનિવર્સિટીમાં 15 નવેમ્બરના રોજ ઈન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્ડસ્ટ્રી મીટનો ઉદ્દેશ્ય ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચેનું અંતર ઘટાડવા સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા સાથે પરિકલ્પના કરવામાં આવી હતી. જે ઉદ્યોગ અને SUNY બિંગહામટન યુનિવર્સિટી સાથે મળીને વિવિધ સહયોગ હાથ ધરવામાં આવ્યા છે. આ ઉત્પાદક સંશોધન કાર્ય માટે ઉદ્યોગો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. જે પરસ્પર લાભ માટે કેન્દ્રના નેજા હેઠળ હાથ ધરવામાં આવશે.
ડેટા સાયન્સમાં ટીમની ક્ષમતાઓ રજૂ કરાઈ
ડેટા સાયન્સમાં CoE દ્વારા ટીમની ક્ષમતાઓ અને પરાક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ માટે ડો. પ્રિયાંક ઠક્કર અને ડો. સ્વાતિ જૈન ઇન્ડસ્ટ્રી મીટના કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી હતી. તેમણે SUNY બિંગહામટન યુનિવર્સિટી, NY ના પ્રોફેસર તરીકે સેવા આપતા પ્રો. સાંગ વોન યુનના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી સ્પષ્ટ રજૂઆત દ્વારા યોગદાન અનુસરવામાં આવ્યું હતું.એક સંપૂર્ણ ક્રિયા-પ્રતિક્રિયા અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સક્રિય ચર્ચા દ્વારા વિવિધ પ્રસ્તુતિઓની પૂર્તિ કરવામાં આવી હતી. આ અંગે ખૂબ જ ફળદાયી ચર્ચા સાથે તાલીમ અને કન્સલ્ટન્સી એસોસિએશન અને આગળની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી.
શિક્ષણ, ઉદ્યોગ અને વિદ્યાર્થીઓ માટે જીતની પરિસ્થિતિનું સર્જન કરે છે
તારણ આવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે ઉદ્યોગ સાથેનું જોડાણ પરસ્પર લાભદાયક છે.અને તે શિક્ષણ, ઉદ્યોગ અને વિદ્યાર્થીઓ માટે જીત-જીત અને જીતની પરિસ્થિતિનું સર્જન કરે છે. આ ઇન્ડસ્ટ્રી મીટમાં વિવિધ સંસ્થાઓના વ્યવસાયિકોએ હાજરી આપી હતી. જેમાં ઈઈન્ફોચિપ્સ, ક્યુનુ લેબ્સ, ગુજરાત ગેસ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સ, ઝાયડસ ગ્રુપ, ઇન્ફોકસ્પ ઇનોવેશન્સ, ઇન્ટેક ક્રિએટીવ સર્વિસીસ, ઈન્ડિયાએનઆઈસી, વેબુઈન/ થિંકબિઝ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ, ગ્રેવિટી ડાઈ કેસ્ટર્સ અને અનન્યા સિસ્ટમ ડિઝાઇન્સ, ટસ્કર એઆઈ, સોફ્ટવાન લિમિટેડ, પનામેક્સ ઈન્ફોટેક, દેવઆઈટી પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.