ભારતમાં હોકીને ગામડાંઓ સુધી પહોંચાડવી જોઇએ : સંદીપ સિંહ

સંદીપ સિંહના જીવન પરથી ફિલ્મ બની રહી છે જેનું નામ છે ‘સૂરમા’ સંદીપ સિંહ...

News18 Gujarati
Updated: February 11, 2018, 9:18 PM IST
ભારતમાં હોકીને ગામડાંઓ સુધી પહોંચાડવી જોઇએ : સંદીપ સિંહ
સંદીપ સિંહના જીવન પરથી ફિલ્મ બની રહી છે જેનું નામ છે ‘સૂરમા’ સંદીપ સિંહ...
News18 Gujarati
Updated: February 11, 2018, 9:18 PM IST
ભારતના હોકી લેજેન્ડ સંદીપ સિંહ આજે અમદાવાદના મહેમાન બન્યા. સંદિપસિંહે કહ્યું છે કે હોકી પંજાબ - હરીયાણા જેવા રાજ્યોને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ત્યારે જ વિકસી શકશે જ્યારે ત્યાં ગ્રાસરૂટ એટલે કે ગામડાંના સ્તરેથી કામ થાય. સાથે જ તેમણે કહ્યું કે સ્કુલ લેવલથી જ હોકીની સારી તાલીમ મળે તો હોકીના સક્ષમ ખેલાડી આપણને રાષ્ટ્રીય સ્તરે મળી શકે એમ છે. તેથી અંતરિયાળ ગામડાંમાં હોકીને પ્રોત્સાહન આપવાની જેટલી જરૂર છે. એટલી જ જરૂર હોકીને સ્કુલ લેવલથી શિક્ષણનો હિસ્સો બનાવવામાં આવે તે જરૂરી છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સંદીપસિંહ 2006માં શતાબ્દી એક્સપ્રેસમાં એક આકસ્મિક ગોળીબારમાં ગોળી વાગતાં પેરેલિસીસની નોબત આવી ગઇ હતી અને બે વર્ષ હોકીથી દૂર રહેવું પડ્યું હતું, પરંતુ ફરી તે બેઠા થયા અને ભારતને હોકીના પ્રતિષ્ઠિત અઝલનશાહ ટુર્નામેન્ટમાં જીત અપાવી હતી. હવે સંદીપ સિંહના જીવન પરથી ફિલ્મ બની રહી છે જેનું નામ છે ‘સૂરમા’ સંદીપ સિંહ અમદાવાદ આવ્યા હતા. તેમણે ઈ ટીવી સાથે ખાસ વાત કરી હતી.

ભારતના હોકી લેજેન્ડ સંદીપ સિંહે કહ્યું છે કે હોકી પંજાબ - હરીયાણા જેવા રાજ્યોને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ત્યારે જ વિકસી શકશે જ્યારે ત્યાં ગ્રાસરૂટ એટલે કે ગામડાંના સ્તરેથી કામ થાય. સાથે જ તેમણે કહ્યું કે સ્કુલ લેવલથી જ હોકીની સારી તાલીમ મળે તો હોકીના સક્ષમ ખેલાડી આપણને રાષ્ટ્રીય સ્તરે મળી શકે એમ છે. તેથી અંતરિયાળ ગામડાંમાં હોકીને પ્રોત્સાહન આપવાની જેટલી જરૂર છે એટલી જ જરૂર હોકીને સ્કુલ લેવલથી શિક્ષણનો હિસ્સો બનાવવામાં આવે તે જરૂરી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સંદીપસિંહ 2006માં શતાબ્દી એક્સપ્રેસમાં એક આકસ્મિક ગોળીબારમાં ગોળી વાગતાં પેરેલિસીસની નોબત આવી ગઇ હતી અને બે વર્ષ હોકીથી દૂર રહેવું પડ્યું હતું, પરંતુ ફરી તે બેઠા થયા અને ભારતને હોકીના પ્રતિષ્ઠિત અઝલનશાહ ટુર્નામેન્ટમાં જીત અપાવી હતી. હવે સંદીપ સિંહના જીવન પરથી ફિલ્મ બની રહી છે જેનું નામ છે ‘સૂરમા’. સંદીપ સિંહ અમદાવાદ આવ્યા હતા. તેમણે ઈ ટીવી સાથે ખાસ વાત કરી હતી.

સંદીપ સિંહે જણાવ્યું કે, હોકીને ગ્રાસરૂટ લેવલથી પ્રોત્સાહન આપવાની જરૂર છે. ઉતર પ્રદેશ, છતીસગઢ વગેરે રાજ્યોમાં હોકીને ગ્રાસરૂટ લેવલથી પ્રોત્સાહન મળી રહ્યું છે. ચક દે જેવી ફિલ્મો દ્વારા દેશમાં હોકીને પ્રોસાહન મળ્યું છે. હવે મારા જીવન પરથી જે ફિલ્મ આઈવી રહી છે એનો પણ ઉદ્દેશ એ જ છે કે હોકીનો વ્યાપ વધે અને વધુ ખેલાડી દેશને મળે. 2006માં મને જે ગોળી વાગી તેમાંથી હું બેઠો થયો અને મેં મારીજાતને સાબીત કરી તેના જબવાબ હવે મળી રહ્યા છે. નવા હોકી પ્પલરેયર્સને તેમજ દરેક દેશવાસીને મારી સલાહ છે કે જન્કફૂડથી દૂર રહે.

સ્ટોરી  - તેજસ વૈધ
First published: February 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...