Home /News /ahmedabad /India's First Glow Garden: દેશનું પહેલું ‘ગ્લો ગાર્ડન’, જાણો તેની વિશેષતાઓ
India's First Glow Garden: દેશનું પહેલું ‘ગ્લો ગાર્ડન’, જાણો તેની વિશેષતાઓ
દેશનું પહેલું ‘ગ્લો ગાર્ડન’
India's First Glow Garden: BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના પશ્ચિમ છેડે એસ.પી. રિંગ રોડ પાસે આ મહોત્સવ યોજાવાનો છે. જે માટે 600 એકર જગ્યામાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર ‘ગ્લો ગાર્ડન’ બનવાનું છે. તો આવો જોઈએ આ ગ્લો ગાર્ડનની એક ઝલક...
ગ્લો ગાર્ડનની વિશેષતા શું છે?
ગ્લો ગાર્ડનની વિશેષતા એ છે કે, તે દિવસે જેટલો ભવ્ય દેખાશે તેના કરતાં વધુ રાતના સમયે ભવ્ય દેખાશે. અહીં 3 એકર જેટલી જમનમાં નર્સરી તૈયાર કરવામાં આવી છે. જેમાં આસામ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ખૂણે-ખૂણેથી ફૂલ-છોડ મંગાવવામાં આવ્યા છે.. આ ઉપરાંત અક્ષરધામ મંદિરન ચારે તરફ સુશોભિત એક અનુપમ થિમેટિક પાર્કમાં રંગબેરંગી રચનાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્વામિનારાયણ નગરમાં પ્રવેશતા જ જમણી બાજુએ વિશાળ સભામંડપ બનાવવામાં આવ્યો છે. એક મહિના સુધ ચાલનારા આ મહોત્સવ દરમિયાન રોજ સાંજે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્વામિનારાયણ નગરના રસ્તાની બંને બાજુ પાંચ પ્રદર્શનની અનોખી પ્રસ્તુતિ મૂકવામાં આવશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવન ઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્રસેવા વગેરેની રોચક પ્રસ્તુતિ કરવામાં આવશે.
બીજાના ભલામાં જ આપણું ભલું અને બીજાના સુખમાં જ આપણું સુખ એ જીવનસૂત્ર જીવનારા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવાશે. સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો ભક્તો પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ આપવા મહોત્સવમાં ઉમટશે. ઉલ્લેખનીય છે કે, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી છે.