LoC પર ભારતીય સેનાનો વળતો જવાબ, પાકિસ્તાન સેનાના 8 સૈનિકોને ઠાર કર્યા

Haresh Suthar | News18 Gujarati
Updated: April 18, 2017, 11:31 AM IST
LoC પર ભારતીય સેનાનો વળતો જવાબ, પાકિસ્તાન સેનાના 8 સૈનિકોને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાની સેનાના આઠ સૈનિકોને ઠાર કર્યા છે અને પાંચ ચોકીઓને ઉડાવી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 18, 2017, 11:31 AM IST
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાની સેનાના આઠ સૈનિકોને ઠાર કર્યા છે અને પાંચ ચોકીઓને ઉડાવી છે.

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર એક ભારતીય જવાનના શહીદ થવાની વાત સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જવાન પૂંછના મેંઢર સેક્ટરમાં તૈનાત હતો. જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર જાણકારી મળી શકી નથી.

પાકિસ્તાન તરફથી સોમવારથી જ રાજૌરીના નૌશેરામાં નિયંત્રણ રેખા પર તૈનાત ભારતીય ચોકીઓને નિશાન બનાવી મોર્ટાર અને બીજા અન્ય હથિયારોથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે મંત્રાલયના પ્રવક્તા મનીષ મહેતાએ જણાવ્યું કે, પાકિસ્તાની સેના નૌશેરામાં નિયંત્રણ રેખા નજીક આપણી ચોકીઓ પર અંધાધૂંધ ગોળીબારી કરી રહી છે. પાકિસ્તાન તરફથી થઇ રહેલ આ ગોળીબારીનો આપણા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે.
First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर