જેકપોટ: એક ફોન આવ્યો ને શ્રીરાજ રાતોરાત માલામાલ બની ગયો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
જેકપોટ: એક ફોન આવ્યો ને શ્રીરાજ રાતોરાત માલામાલ બની ગયો
ભાગ્યની દેવી કોની પર મહેરબાન થઇ જાય એ કહેવાય નહીં, એક ભારતીય સાથે આવું જ થયું છે. રાતોરાત એના નસીબ આગળનું પાંદડું હટી ગયું છે અને 12 કરોડથી વધુની લોટરી લાગતાં જાણે કે એનું જીવન બદલાઇ ગયું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #ભાગ્યની દેવી કોની પર મહેરબાન થઇ જાય એ કહેવાય નહીં, એક ભારતીય સાથે આવું જ થયું છે. રાતોરાત એના નસીબ આગળનું પાંદડું હટી ગયું છે અને 12 કરોડથી વધુની લોટરી લાગતાં જાણે કે એનું જીવન બદલાઇ ગયું છે. અબૂ ધાબીમાં 33 વર્ષનો એક પ્રવાસી ભારતીય રાતોરાત માલામાલ બની ગયો, એને 12 કરોડથી વધુની લોટરી લાગી છે. કેરલના શ્રીરાજ કૃષ્ણન કોપ્પરેમ્બિલે અબૂ ધાબીમાં બીગ ટિકિટ ડ્રો લીધી હતી. રવિવારે થયેલી જાહેરાત મુજબ એમાં એ વિજયી બનતાં અંદાજે 12.71 કરોડનો જેકપોટ લાગ્યો છે. લોટરી જીત્યા બાદ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે મને ખબર પડી અને આ અંગે ફોન આવ્યો તો એક મિનિટ માટે તો હું આવાક બની ગયો હતો. કંઇ સમજ પડતી ન હતી કે હું શું કરૂ, મને વિશ્વાસ થતો ન હતો કે આ બધુ શું થઇ ગયું. કૃષ્ણન છેલ્લા નવ વર્ષથી યૂએઇમાં કામ કરી રહ્યો છે.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर