2050 સુધી દુનિયામાં સૌથી વધુ મુસલમાનો ભારતમાં હશે

H
Updated: January 1, 1970, 5:30 AM IST
2050 સુધી દુનિયામાં સૌથી વધુ મુસલમાનો ભારતમાં હશે
સર્વ ધર્મ સમભાવના ભારત દેશની વસ્તીને લઇને એક ચોંકાવનારી વિગત સામે આવી છે. 2050 સુધીમાં દુનિયામાં સૌથી વધુ મુસલમાનો ભારતમાં હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના એક રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #સર્વ ધર્મ સમભાવના ભારત દેશની વસ્તીને લઇને એક ચોંકાવનારી વિગત સામે આવી છે. 2050 સુધીમાં દુનિયામાં સૌથી વધુ મુસલમાનો ભારતમાં હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના એક રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સ્થિત પ્યૂ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં ધ ફ્યૂચર ઓફ વર્લ્ડ રિલીડન નામનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જે અનુસાર 2010થી 2050 દરમિયાન મુસ્લિમોની વસ્તીમાં 73 ટકાનો વધારો થશે. ખ્રિસ્તીઓની વસ્તીમાં 35 ટકાનો વધારો થશે, જે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ સમાન છે. જ્યારે હિન્દુઓ ત્રીજા સ્થાને છે કે જેમની જનસંખ્સામાં 34 ટકાનો વધારો થઇ રહ્યો છે. મુસ્લિમ વસ્તી વધારો જો આ ગતિએ વધતો રહ્યો તો 2050 સુધીમાં ભારતમાં મુસલમાનોની જનસંખ્યા 30 કરોડને પાર થઇ જશે. જે દુનિયામાં કોઇ પણ દેશની સરખામણીએ સૌથી વધુ છે. muslim-people
First published: March 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर