કોલકત્તા વન ડે: પાંચ રનથી ઇંગ્લેન્ડ જીત્યું, 2-1થી ભારત સીરીઝમાં વિજયી

Haresh Suthar | News18 Gujarati
Updated: January 22, 2017, 11:16 PM IST
કોલકત્તા વન ડે: પાંચ રનથી ઇંગ્લેન્ડ જીત્યું, 2-1થી ભારત સીરીઝમાં વિજયી
ભારતના ઐતિહાસિક ઇડનગાર્ડન સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારે રોમાંચક બાદ ઇંગ્લેન્ડનો પાંચ રને વિજય થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી મળેલા 321 રનનો લક્ષ્યાંક પુરો કરતાં ભારતીય ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 316 રન જ બનાવી શકી હતી. જોકે ત્રણ મેચની સીરીઝમાં ભારતનો 2-1થી વિજય થયો હતો.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 22, 2017, 11:16 PM IST
કોલકત્તા #ભારતના ઐતિહાસિક ઇડનગાર્ડન સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારે રોમાંચક બાદ ઇંગ્લેન્ડનો પાંચ રને વિજય થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી મળેલા 321 રનનો લક્ષ્યાંક પુરો કરતાં ભારતીય ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 316 રન જ બનાવી શકી હતી. જોકે ત્રણ મેચની સીરીઝમાં ભારતનો 2-1થી વિજય થયો હતો.

મેચનો ફુલ સ્કોર જોવા, અહીં ક્લિક કરો

321 રનની પીછો કરતાં દાવમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ઇજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ ઓપનિંગમાં આવેલ અજિંક્ય રહાણે 1 રન બનાવી બીજી ઓવરમાં જ પવેલિયન પરત ફર્યો હતો. ડેવિડ વિલીના બોલ પર રહાણે ક્લિન બોલ્ડ થયો હતો. લોકેશ રાહુલ પણ 11 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી(55) અને યુવરાજ સિંહ (45) રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં ભારતને 16 રન જરૂર હતા. કેદાર જાધવ બેટીંગમાં હતો. જાધવે પહેલા બોલે છગ્ગો ફટકારતાં મેદાનમાં આનંદનો માહોલ છવાયો હતો. બીજા બોલે ચોગ્ગો ફટકારતાં મેદાનમાં ઇન્ડિયા ઇન્ડિયા છવાયું હતું. હવે જીત માટે ચાર બોલમાં છ રન જરૂરી હતી. પરંતુ સળંગ બે બોલ ડોટ કર્યા બાદ જાધવ એક શોટ લગાવવા જતાં કેચ આઉટ થયો હતો.
First published: January 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर