પૂણે વનડે: વિરાટ કોહલી અને કેદાર જાધવની સદીથી ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતની શાનદાર જીત

Haresh Suthar | Pradesh18
Updated: January 15, 2017, 10:29 PM IST
પૂણે વનડે: વિરાટ કોહલી અને કેદાર જાધવની સદીથી ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતની શાનદાર જીત
પૂણેમાં રમાયેલી ભારત ઇંગ્લેન્ડ સીરીઝની પહેલી વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ત્રણ વિકેટથી શાનદાર જીત મેળવી છે. વિરાટ કોહલી 122 રન અને કેદાર જાધવ 120 રનથી ઇંગ્લેન્ડ તરફથી અપાયેલા 351 રનના લક્ષ્યાંકને આસાનીથી પુરો કર્યો હતો.
Haresh Suthar | Pradesh18
Updated: January 15, 2017, 10:29 PM IST
નવી દિલ્હી #પૂણેમાં રમાયેલી ભારત ઇંગ્લેન્ડ સીરીઝની પહેલી વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ત્રણ વિકેટથી શાનદાર જીત મેળવી છે. વિરાટ કોહલી 122 રન અને કેદાર જાધવ 120 રનથી ઇંગ્લેન્ડ તરફથી અપાયેલા 351 રનના લક્ષ્યાંકને આસાનીથી પુરો કર્યો હતો.

મેચનો ફુલ સ્કોર જોવા, અહીં ક્લિક કરો

યુવરાજસિંહ 15 અને મહેન્દ્રસિંહ ધોની 6 રન બનાવી પવેલિયન પરત ફર્યા હતા. એ પહેલા ઓપનર શિખર ધવન અને લોકેશ રાહુલ આઠ રન બનાવી આઉટ થયા હતા. આ સંજોગોમાં વિરાટ અને કેદારે શાનદાર બેટીંગ કરી ભારતને જીત અપાવી છે.

ઇંગ્લેન્ડ તરફથી જો રૂટ 78 અને જેસન રોયે 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહએ બે બે વિકેટ લીધી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવે એક એક વિકેટ લીધી હતી. જ્યારે એક વિકેટ જસપ્રીત બુમરાહએ એલેક્સ હેલ્સને 9 રનને રન આઉટ કર્યો હતો.

ભારતે 63માં ચાર વિકેટ ગુમાવી હતી

ભારતની શરૂઆત નબળી રહી હતી. 13 રનના સ્કોર પર ભારતને શિખર ધવનનો ઝટકો લાગ્યો હતો. શિખર માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. 12મી ઓવર સુધી 63 રનમાં ભારતની ચાર વિકેટ પડી ચુકી હતી. જોકે ત્યાર બાદ વિરાટ કોહલી અને કેદાર જાધવે બાજી સંભાળી લેતાં ભારતને શાનદાર જીત અપાવી હતી.

કેદારે બતાવી દમદાર બેટીંગ

આજની મેચમાં કેદાર જાધવે રન મશીનની જેમ રમત બતાવી હતી. માત્ર 76 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી 120 રન બનાવ્યા હતા. કેદારે સરેરાશ 157.89 રનરેટથી રન બનાવ્યા હતા.
First published: January 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर