પાર્થિવ રિધ્ધિમાનના ભાગ્યનો આજે થશે ફેંસલો, કોને મળશે ટેસ્ટ ટીમમાં એન્ટ્રી?

Haresh Suthar | News18 Gujarati
Updated: January 31, 2017, 11:26 AM IST
પાર્થિવ રિધ્ધિમાનના ભાગ્યનો આજે થશે ફેંસલો, કોને મળશે ટેસ્ટ ટીમમાં એન્ટ્રી?
બાંગ્લાદેશ વિરૂધ્ધ રમાનાર એકમાત્ર ટેસ્ટ માટે મંગળવારે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. ટીમ પસંદગીમાં બેટ્સમેન અને વિકેટકિપર અંગે મહત્વનો નિર્ણય લેવાશે. જેમાં પાર્થિવ પટેલ અને રિધ્ધિમાન સહા વચ્ચે ટક્કરનો જંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંનેના ભાવિનો આજે ફેંસલો થશે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 31, 2017, 11:26 AM IST
નવી દિલ્હી #બાંગ્લાદેશ વિરૂધ્ધ રમાનાર એકમાત્ર ટેસ્ટ માટે મંગળવારે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. ટીમ પસંદગીમાં બેટ્સમેન અને વિકેટકિપર અંગે મહત્વનો નિર્ણય લેવાશે. જેમાં પાર્થિવ પટેલ અને રિધ્ધિમાન સહા વચ્ચે ટક્કરનો જંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંનેના ભાવિનો આજે ફેંસલો થશે.

રિધ્ધિમાન સહા ઇજાગ્રસ્ત થવાથી ઇંગ્લેન્ડ વિરૂધ્ધની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થયો હતો અને પાર્થિવ પટેલને તક મળી હતી. પરંતુ પાર્થિવ પટેલે જોરદાર દેખાવ કરતાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ જોતાં આ બંને વચ્ચે ટક્કરનો જંગ જોવા મળી રહ્યો છે. પસંદગીકારો માટે પણ આ બંનેમાંથી કોની પસંદગી કરવી મુશ્કેલ બનતું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇરાની ટ્રોફીમાં રિધ્ધિમાન સહાએ બેવડી સદી ફટકારી હતી, જેને પગલે મુખ્ય પસંદગીકાર એમએસ કે પ્રસાદ, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સહિત ઘણાખરા ખેલાડીઓ સહાને ટીમમાં લેવા માટે ભાર મુકી રહ્યા છે.

વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બીજી ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થતાં સહા બહાર થયો હતો પરંતુ ઇરાની ટ્રોફીમાં મેચમાં અણનમ રહી બેવડી સદી ફટકારી ગુજરાત વિરૂધ્ધ શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી.

પસંદગી સમિતિના અધ્યક્ષ પ્રસાદે તાજેતરમાં કહ્યું હતું કે, સહા ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો નંબર વન વિકેટકિપર છે પરંતુ સમિતિ પાર્થિવ પટેલના ફોર્મને પણ ધ્યાનમાં રાખશે.

ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બે અર્ધ શતક અને રણજી ફાઇનલમાં 90 અને 143 રનની ઇનિંગ બાદ પાર્થિવ પટેલ 15 સભ્યોની ટીમમાં સ્થાન મળવાની સંભાવનાઓ ઉજળી છે.
First published: January 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर