Home /News /ahmedabad /2027 સુધીમાં ભારતનાં રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન માર્કેટમાં બમણી વૃદ્ધિની અપેક્ષા, જાણો પૂરી વિગત

2027 સુધીમાં ભારતનાં રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન માર્કેટમાં બમણી વૃદ્ધિની અપેક્ષા, જાણો પૂરી વિગત

સેમિનારનું આયોજન

India: ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના એમડી આર. એસ. સોઢીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘રેફ્રીજરેશન અને કોલ્ડચેઈન ઉદ્યોગ ગ્રામ્ય અર્થતંત્રમાં ભારે યોગદાન આપી રહ્યો છે. અમૂલ અને ડેરી ઉદ્યોગના અસ્તિત્વ અને વૃધ્ધિમાં રેફ્રીજરેશન અને કોલ્ડચેઈન સોલ્યુશન્સનું મહત્વનું પ્રદાન છે.

વધુ જુઓ ...
ગુજરાત: ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના એમડી આર. એસ. સોઢીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘રેફ્રીજરેશન અને કોલ્ડચેઈન ઉદ્યોગ ગ્રામ્ય અર્થતંત્રમાં ભારે યોગદાન આપી રહ્યો છે. અમૂલ અને ડેરી ઉદ્યોગના અસ્તિત્વ અને વૃધ્ધિમાં રેફ્રીજરેશન અને કોલ્ડચેઈન સોલ્યુશન્સનું મહત્વનું પ્રદાન છે. ડેરી સેક્ટર માટે રેફ્રીજરેશન અને ઉર્જા ખર્ચ ઘણો મોટો છે. રેફ્રીજરેશન ઉદ્યોગે ઉર્જા કાર્યક્ષમ રેફ્રીજરેશન વ્યવસ્થા માટેના ઉપાયો શોધી કાઢવા જોઈએ. આ ઉપરાંત પર્યાવરણલક્ષી ઉપાયો હાથ ધરવાની પણ જરૂર છે.’ આ સમારંભમાં ISHRAE અને યુનાઈટેડ નેશન્સ એન્વાયરોમેન્ટ પ્રોગ્રામ વચ્ચે સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતીય સમાજે UNEP સાથે હાથ મિલાવીને પર્યાવરણને બહેતર બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે તે એક મહત્વની ગતિવિધી છે.

સુસંગત વિષયો પર વિવિધ સેમિનારનું આયોજન


આ એક્ઝિબિશન દરમિયાન ‘અન્ન સુરક્ષા અને જલવાયુ પરિવર્તન માટે પર્યાવરણલક્ષી કોલ્ડચેઈન’ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હીટ પમ્પસ, થર્મલ સ્ટોરેજ ટેકનોલોજીસ, ડેરી અને ફાયર સેફ્ટી તથા અન્ય સુસંગત વિષયો પર વિવિધ સેમિનારનું આ પ્રસંગે આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં માત્ર ભારત જ નહીં પણ સાથે સાથે ઈટાલી, અમેરિકા, ડેનમાર્ક, જર્મની અને અન્ય દેશોના 120 કરતાં વધુ એક્ઝિબીટર્સ સામેલ થઈ રહ્યા છે અને રેફ્રીજરેશન તથા કોલ્ડચેઈન સેક્ટરની પોતાની પ્રોડક્ટસ દર્શાવી રહ્યા છે. ફૂડ મેન્યુફેક્ચરીંગ અને સપ્લાય, માંસ અને ડેરી, ફ્રોઝન અને ચીલ્ડ ફૂડ, હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન તથા રિટેઈલ, રિફર ટ્રાન્સપોર્ટેશન, ફાર્મા અને હેલ્થકેર પોર્ટસ, શિપીંગ કંપનીઓ અને અન્ય ક્ષેત્રો પણ રેફકોલ્ડ ઈન્ડીયાની મુલાકાત લેશે.

આ પણ વાંચો: ગુજરાતનાં વાતાવરણમાં આવશે પલટો, આ તારીખે છે ઠંડી સાથે માવઠાની આગાહી

ભારતમાં આગામી 2027 સુધીમાં વિકાસ બમણો થશે


ભારતમાં હાલમાં 36 મિલિયન મે.ટન ક્ષમતા ધરાવતા 8200થી વધુ કોલ્ડ સ્ટોરેજ છે. આ ક્ષમતા વિશ્વમાં સૌથી મોટી ગણાય છે. અહીં તે બાબતની નોંધનીય છે કે, ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે, કારણ કે ભારતમાં 69,000ની જરૂરિયાત સામે 10,000 જ પેક હાઉસીસ છે. તથા 60,000 રિફર વાહનોની જરૂરિયાત સામે 10,000 રિફર વાહનો છે. ફળ પકાવવા માટેની ચેમ્બર્સ માત્ર 1,000 છે, જ્યારે તેની કુલ જરૂરિયાત 9,000ની છે. રેફકોલ્ડનો ઉદ્દેશ આ ઊણપ પૂરી કરીને ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવાનો છે.

આ પણ વાંચો: ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને બચાવ્યા અધધ ₹35000 કરોડ

ભારત આ ક્ષેત્રની વૃદ્ધિ માટે કાર્યક્ષમ


ISHRAE ઉત્તમ ટેકનોલોજી સોલ્યુશન્સ લાવવા માટે તથા આ ક્ષેત્રની વૃધ્ધિ માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. રેફકોલ્ડ ઈન્ડીયા ભારતીય અને આંતરરાષ્ટ્રીય રેફ્રીજરેશન ઉદ્યોગના સહયોગીઓને એક મંચ પર લાવીને ખોરાકનો બગાડ અટકાવે તેવા ટેકનોલોજીકલ ઈનોવેશન માટે સજ્જ છે. રેફ્રીજરેટેડ સ્ટોરેજ અને રેફ્રીજરેટેડ પરિવહનનો સમાવેશ કરતું કોલ્ડચેઈન મેનેજમેન્ટ એ રેફ્રીજરેટેડ સ્ટોરેજ અને રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટેશન સપ્લાય ચેઈન ઉદ્યોગનો મહત્વનો હિસ્સો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Development, Development plan, ગુજરાત

विज्ञापन
विज्ञापन