ભારતે દુનિયાને બતાવ્યો દમ, હવે હવામાં જ દુશ્મન મિસાઇલનો ખાતમો બોલાવશે

Haresh Suthar | News18 Gujarati
Updated: February 12, 2017, 8:45 AM IST
ભારતે દુનિયાને બતાવ્યો દમ, હવે હવામાં જ દુશ્મન મિસાઇલનો ખાતમો બોલાવશે
જ્યારે દેશ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વ્યસ્ત હતો તો બીજી તરફ દેશના વૈજ્ઞાનિકોએ વધુ એક સિધ્ધિના સોપાન સર કર્યા છે. બંગાળની ખાડીમાં સફળતાની વધુ એક ગાથા લખી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 12, 2017, 8:45 AM IST
નવી દિલ્હી #જ્યારે દેશ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વ્યસ્ત હતો તો બીજી તરફ દેશના વૈજ્ઞાનિકોએ વધુ એક સિધ્ધિના સોપાન સર કર્યા છે. બંગાળની ખાડીમાં સફળતાની વધુ એક ગાથા લખી છે.

શનિવારે સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં દેશના પૂર્વી સમુદ્ર તટ બંગાળની ખાડીમાં જેવી ઇન્ટરસેપ્ટર મિસાઇલે પોતાની તરફ આવી રહેલ મિસાઇલને નિશાન બનાવી કે સૌ કોઇની આંખો ચમકી ઉઠી વાસ્તવમાં ભારતીય વૈજ્ઞાનિકોએ પૃથ્વી ડિફેન્સ વ્હિકલ (પીડીવી) ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરિક્ષણ કરી પોતાની શક્તિનો પરચો આપ્યો છે.

આ બેલેસ્ટિક મિસાઇલ કોઇ પણ સંભવિત હુમલાને નકારવા માટે સક્ષમ છે. પરમાણું હુમલાને નિષ્ફળ કરી શકે એમ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠ ડીઆરડીઓના નેતૃત્વમાં તૈયાર કરાયેલ આ પરિક્ષણમાં 100 કિમીની ઉંચાઇએથી પોતાના તરફ આવી રહેલ મિસાઇલને આ મિસાઇલે નષ્ટ કરી હતી.
First published: February 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर