રાજ્ય સભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ભાજપ કોંગ્રેસના 'અપક્ષ' ઉમેદવારો સામસામે!

News18 Gujarati
Updated: March 12, 2018, 4:52 PM IST
રાજ્ય સભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ભાજપ કોંગ્રેસના 'અપક્ષ' ઉમેદવારો સામસામે!
News18 Gujarati
Updated: March 12, 2018, 4:52 PM IST
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ડ્રામા થયા બાદ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ થઇ છે. અહીં ચાર બેઠક માટે 6 ઉમેવારે ફોર્મ ભર્યા છે. ભાજપ તરફથી પરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા તથા કિરિટસિંહ રાણા (અપક્ષ)એ ફોર્મ ભર્યા, જ્યારે કે કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકે અને પી કે વાલેરા(અપક્ષ) ફોર્મ ભર્યું છે. આ જ કારણે કારણે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બની છે.

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે છ ઉમેદવારી પત્રો ભરાતા હવે ચાર બેઠકો માટે ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના છે. ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાના આજે(સોમવારે) છેલ્લા દિવસે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ફોર્મ ભર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસમાંથી નક્કી થયેલા ઉમેદવાર અમી બેન યાજ્ઞિકે ફોર્મ ભર્યું હતું. પરંતુ બીજા ઉમેદવાર નારણ રાઠવાના દસ્તાવેજો પ્રશ્ને ગૂંચવાડો ઉભો થતા તેઓ ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થવાના અડધી કલાક પહેલા ફોર્મ ભરવા આવ્યા હતા.

ભાજપ-કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર ઉતાર્યા મેદાનમાં

નારણ રાઠવાના દસ્તાવેજની ગૂંચને લઈને કોંગ્રેસ તરફથી પી કે વાલેરાને અપક્ષ તરીકે ઉમેદવારી કરાવવામાં આવી છે. તો ભાજપે પણ કોંગ્રેસની ફૂટ-ફાટને ધ્યાનમાં રાખી કિરીટસિંહ રાણાની ઉમેદવારી કરાવી છે. આ માટે ભાજપનું ગણિત એવું છે કે કોંગ્રેસમાં અસંતોષનો ફાયદો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ એવું માને છે કે જો નારણ રાઠવાના દસ્તાવેજોમાં કંઇ ડખો ઉભો થાય તો કોંગ્રેસ પી કે વાલેરાને ટેકો આપી શકે છે.

ફોર્મ ચકાસણી બાદ ચિત્ર થશે સ્પષ્ટ

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા અને ફોર્મ પાછા ખેંચવાની તારીખ પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. આ ચૂંટણીને લઈ 13 માર્ચના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ 15 માર્ચ છે. ત્યારબાદ 23 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મત ગણતરી થશે.
First published: March 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर