Home /News /ahmedabad /અમદાવાદ ટેસ્ટમાં ખલેલ પાડવાની ધમકીનો મામલોઃ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી, બેની ધરપકડ

અમદાવાદ ટેસ્ટમાં ખલેલ પાડવાની ધમકીનો મામલોઃ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી, બેની ધરપકડ

અમદાવાદની ટેસ્ટમાં ખલેલની ધમકીના કેસમાં બે મધ્યપ્રદેશથી પકડાયા

Ahmedabad Test Match: અમદાવાદની ટેસ્ટ મેચમાં ખલેલ પાડવાની ધમકીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાઈબસ સેલ યુનિટ્સને સફળતા મળી છે. આ કેસમાં બેની ધરપકડ કરવામાં આવી છે. સિમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી હતી. નોંધનીય છે કે મેચના પહેલા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડા ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ભારત ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં ડખો કરવાની ખાલિસ્તાન સમર્થિત ગ્રુપ દ્વારા ધમકી આપવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા ઉપસ્થિત હતા ત્યારે મેચમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓએ સુરક્ષા એજન્સીઓથી બચવા માટે સિમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધમકી આપી હતી. જોકે, આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાંસલ થઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાઈબર સેલ યુનિટને ટેસ્ટ મેચમાં ખલેલ પહોંચાડવાની ધમકીના કિસ્સામાં મોટી સફળતા મળી છે. આ કેસમાં મધ્યપ્રદેશથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ભારતના અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદમાં હતા ત્યારે ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની સાઈબર સેલની ટીમે આરોપીઓના લોકેશન ટ્રેક કરવાનું શરુ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત પર ત્રણ દિવસ માવઠાની મોકાણ!

આરોપીઓ સતત બદલતા હતા લોકેશન!


આરોપીઓના લોકેશન મધ્યપ્રદેશ, યુપી અને પંજાબ એમ અલગ-અલગ જગ્યાઓ પર મળ્યા હતા. આરોપીઓ દ્વારા સિમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી હતી.


આરોપીઓના અલગ-અલગ લોકેશન મળ્યા ત્યારે ફેક ટ્વિટર હેન્ડલથી પાકિસ્તાનથી ધમકીઓ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન મધ્યપ્રદેશના સતના અને રેવાથી ગેરકાયદેસર એક્સ્ચેન્જ પકડાયા હતા. જેમાં સાઈબર સેલે કરેલી વધુ કાર્યવાહીમાં યુનિટને સફળતા મળી છે. મધ્યપ્રદેશથી પકડાયેલા આરોપીઓની આ કેસમાં પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


અમદાવાદમાં રમાઈ રહી છે સિરીઝની અંતિમ ટેસ્ટ


ભારત ઓસ્ટ્રેલિયાની બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આજે આ ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. પહેલી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ 480 રન બનાવ્યા હતા જેની સામે ભારતીય ટીમ પણ મજબૂત સ્થિતિમાં જોવા મળી છે. આ મેચ ડ્રો જવાની સંભાવનાઓ હાલ વધુ દેખાઈ રહી છે.
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad Test, Gujarati news, IND vs AUS

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો