Home /News /ahmedabad /અમદાવાદ: કોરોના બાદ ડાયાબિટીસના દર્દીઓમાં 30 ટકાનો ચોંકાવનારો વધારો, જાણો કારણ

અમદાવાદ: કોરોના બાદ ડાયાબિટીસના દર્દીઓમાં 30 ટકાનો ચોંકાવનારો વધારો, જાણો કારણ

પ્રતિકાત્મક તસવીર

Diabetic Patients: ગુજરાત સહિત દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓ એટલી હદે વધી રહ્યાં છે કે ગુજરાત ડાયાબિટીસના મામલામાં કેપિટલ બની રહ્યું છે.

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસીના દર્દીઓ એટલી હદે વધી રહ્યાં છે કે ગુજરાત ડાયાબિટીસના મામલામાં કેપિટલ બની રહ્યું છે. ખાસ કરીને હાલમાં જ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19ના કેસો હાલ ભારતમાં ઓછા થયા છે. પરંતુ કોરોના બાદ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે. તબીબી નિષ્ણાતોના મતે કોરોના બાદ ડાયાબિટીસના દર્દીઓમાં 30 ટકાનો વધારો નોંધાયો છે જે ખૂબ જ ચિંતાજનક છે અને તેનાથી વધુ ચિંતાજનક છે ડાયાબિટીસ વધવાના કારણો. આ કારણો પણ જાણવા જરુરી છે.

ગુજરાતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલું પ્રમાણ?

સમગ્ર વિશ્વમાં 14 નવેમ્બર એ વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે મનાવવામાં આવે છે અને આ ડાયાબિટીસના જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે વધુ ખતરનાક છે. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ એપોલો હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી એન્ડ ડાયાબિટીસ ડિપાર્ટમેન્ટના હેડ ડો. રમેશ ગોયલ સાથે વાતચીત કરતા ડાયાબિટીસને લગતી ચોંકાવનારી હકીકત ધ્યાને આવી છે. જે પ્રકારે દુનિયાભરમાં ડાયાબિટીસ એક કિલરની જેમ ફેલાઈ રહ્યો છે. જે અંગે ડો. રમેશ ગોયલ જણાવે છે કે, ભારતમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ 8થી 10 ટકા છે. જેને આંકડાકિય દ્રષ્ટિએ સમજતા દેશમાં 8 કરોડ લોકો ડાયાબિટીસના દર્દીઓ છે. એ જ પ્રમાણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ 6થી 8 ટકા અને ગુજરાતના શહેરી વિસ્તારમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ 15થી 18 ટકા જેટલુ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઘર ખરીદવાનું વિચારો છો? તો પહેલા જ જાણો આવી પણ છેતરપિંડી થાય છે

અમદાવાદમાં કેટલા દર્દી?

ગુજરાતમાં અંદાજે 40થી 50 લાખ લોકો ડાયાબિટીસથી પીડાય છે, જ્યારે અમદાવાદમાંએ આંકડો 10થી 12 લાખ જેટલો છે. આ આંકડા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ડાયાબિટીસનું પ્રમાણ ઓછું, જ્યારે શહેરી વિસ્તારમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે. વધતા શહેરીકરણથી જીવનશૈલીમાં બદલાવ આવે છે, જે ડાયાબિટીસ તરફ દોરી જાય છે. જેનું મુખ્ય કારણ બેઠાડું જીવન, સુખ સુવિધા હોવાના કારણે ફીઝીકલ શ્રમ ઓછો છે.

કેમ કોરોના બાદ દર્દી વધ્યા?

કોરોના પછી લોકડાઉન ખુલ્યા બાદ ડાયાબિટીસના દર્દીઓમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. કારણ કે, કોવિડના સમયમાં વર્ક ફ્રોમ હોમ કરતા હતા. જેથી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ હતી. આ ઉપરાંત શહેરીકરણ ડાયાબિટીસ થવા પાછળનું મુખ્ય કારણ છે. સીટી લાઈફ કોમ્પિટિટીવ, મેન્ટલ સ્ટ્રેસ વધારે હોવાથી સ્ટ્રેસના કારણે પણ ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે. સ્ટ્રેસના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ 25થી 30 ટકા વધી જાય છે. મહત્વનું છે કે, બદલાતી જતી લાઈફ સ્ટાઈલમાં રેગ્યુલર ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, કસરત, યોગા અને મેડિટેશન વધતા જતા ડાયાબિટીસને અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Diabetes care, Gujarat News

विज्ञापन
विज्ञापन