Home /News /ahmedabad /Ahmedabad: આ વૃધ્ધાશ્રમમાં વડિલોને આપવામાં આવે છે શહેરી હોસ્પિટલ જેવી સુવિધાઓ, પરીવારની જેમ લેવાય છે વૃદ્ધોની કાળજી, જુઓ Video

Ahmedabad: આ વૃધ્ધાશ્રમમાં વડિલોને આપવામાં આવે છે શહેરી હોસ્પિટલ જેવી સુવિધાઓ, પરીવારની જેમ લેવાય છે વૃદ્ધોની કાળજી, જુઓ Video

X
હેલ્પેજ

હેલ્પેજ ઈન્ડિયાના સહયોગથી કાને સાંભળવાના મશીન નિ:શુલ્ક આપવામાં આવે છે

અમદાવાદના આ વૃદ્ધાશ્રમમાં વડિલોને શહેરી હોસ્પિટલ જેવી સુવિધા સ્થળ પરજ આપવામાં આવે છે. અહીં દર મહિને આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ચામડીના કેમ્પ, ફિઝિયોથેરાપી જેવા લગભગ 20 થી 22 કેમ્પ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 50થી પણ વધુ વૃદ્ધો રહે છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: આજના યુગમાં દીકરા વગરના અથવા તો પરીવારથી વિખૂટા પડેલા મા-બાપને આશ્રય આપવાના હેતુંથી શહેરમાં  વૃદ્ધાશ્રમ આવેલા છે. તે જ રીતે અમદાવાદથી થોડે દૂર આવેલા સચાણા ગામ પાસે શ્રી હરી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રૂક્ષ્મણીબેન દિપચંદભાઈ ગાર્ડી વૃધ્ધાશ્રમની સાથે મેડીકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.

દર મહિને આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ચામડીના કેમ્પ જેવા 20-22 કેમ્પ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે

વૃધ્ધાશ્રમના સંચાલક મનસુખભાઈ રોજાસરા સાથે વાત કરતા જણાવ્યું કે આ વૃદ્ધાશ્રમ શરૂ કરવાનો હેતુ વૃધ્ધો સ્વમાનથી, શાંતિથી, આનંદથી અને લાચારી વગર જીવી શકે તે માટે તેમની સંભાળ રાખવાનો છે. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોના આરોગ્યની સુખાકારી માટે એક નાની હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે. જે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે.



આ હોસ્પિટલમાં નિદાનની સેવા છેલ્લા 4 વર્ષથી કિર્તિદાબેન પરીખ આપી રહ્યા છે. જેમાં વડીલોને ક્યારેક નાની-મોટી ઈજાઓ થઈ હોય, ડાયાબિટીસ, બી.પી. તથા અન્ય કોઈ સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે.



આ સાથે અન્ય કોઈ નાની-મોટી બીમારી થઈ હોય તો તેનું નિદાન કરી યોગ્ય દવાઓ પણ આપવામાં આવે છે. તથા મોંઘા ભાવની કેટલીક દવાઓનું બિલ પણ દાતાઓ તરફથી મફતમાં આપવામાં આવે છે.



હેલ્પેજ ઈન્ડિયાના સહયોગથી કાને સાંભળવાના મશીન નિ:શુલ્ક આપવામાં આવે છે

અહીં દર મહિને આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ચામડીના કેમ્પ, ફિઝિયોથેરાપી જેવા લગભગ 20 થી 22 કેમ્પ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે. તેના માટે ખાસ જે તે વિભાગના એમબીબીએસ, એમડી જેવા નિષ્ણાત ડોક્ટરને બોલાવવામાં આવે છે. આ ઉપરાંત હેલ્પેજ ઈન્ડિયાના સહયોગથી ન સાંભળતા લોકોને કાને સાંભળવાના મશીન મફત આપવામાં આવે છે. આ મશીન લંડનથી આયાત કરવામાં આવે છે.



તદ્પરાંત ક્યારેક કોઈને સારવાર માટે કે હાર્ટ એટેક આવ્યો હોય જેવી તાત્કાલિક જરૂરિયાત માટે એમ્બુલન્સ વાન અને ડ્રાઈવરની સુવિધા પણ ઉપલબ્ધ કરેલ છે. જેના દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે.



આ વૃધ્ધાશ્રમમાં હાલ 50થી પણ વધુ વૃદ્ધો રહે છે. રહેવા-જમવાની સવલત સાથે જો કોઈ વડીલને મૂંઝવતા પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ કરી ચિંતામુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ વૃદ્ધોની પૂરતી કાળજી રાખવા માટે સંસ્થા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Local 18, Old Age Home