Home /News /ahmedabad /Ahmedabad: શું તમે દિવાળીમાં તમારા ઘરને યુનિક લુક આપવા માંગો છો? અહી મળે છે ઘર સજાવટની તમામ વસ્તુઓ

Ahmedabad: શું તમે દિવાળીમાં તમારા ઘરને યુનિક લુક આપવા માંગો છો? અહી મળે છે ઘર સજાવટની તમામ વસ્તુઓ

દિવાળીની

દિવાળીની કોઈપણ સજાવટ દીવાઓ વિના અધૂરી અને સૌમ્ય ગણાય

આ માર્કેટમાં રંગબેરંગી રિબનમાં હાથથી બનાવેલા માટીના દિવા, હેન્ડમેઇડ તથા અલગ અલગ ડિઝાઈનો જેવી કે રંગબેરંગી મટકી, મીણબત્તી, હાથી, કમળ, રંગોળી વગેરે પ્રકારના દિવા જોવા મળે છે.

    Parth Patel, Ahmedabad: નવરાત્રિનો પર્વ પૂરો થતા જ લોકો દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. લોકો પોતાના પહેરવેશની તથા જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. ખાસ કરીને જ્યારે આપણા ઘરોને શણગારવાની વાત આવે ત્યારે દિવાળીની કોઈપણ સજાવટ દીવાઓ વિના અધૂરી અને સૌમ્ય ગણાય છે. આ હાટ વર્ષના બારેમાસ ધમધમતું રહે છે.

    રંગબેરંગી મટકી, મીણબત્તી, હાથી, કમળ, રંગોળી વગેરે પ્રકારના દિવા જોવા મળે છે

    આ વખતે માર્કેટમાં રંગબેરંગી રિબનમાં હાથથી બનાવેલા માટીના દિવા, હેન્ડમેઇડ તથા અલગ અલગ ડિઝાઈનો જેવી કે રંગબેરંગી મટકી, મીણબત્તી, હાથી, કમળ, રંગોળી વગેરે પ્રકારના દિવા જોવા મળે છે. દિવા એ તહેવારોની મોસમનો મુખ્ય સાર છે અને જો તમે હજી પણ તમારા ઘર માટે ખરીદ્યા નથી. તો ચિંતા કરશો નહીં. તમને આજે માર્કેટમાં મળતા આર્ટિફિશિયલ દિવાઓ વિશે જણાવીએ. જે ચોક્કસપણે તમારા ઘરને રોશન કરવામાં મદદ કરશે.

    1. રંજના કર્નાની

    તેઓ તોરણ, કેન્ડલ સ્ટેન્ડ, હેન્ગિંગ, શુભ, લાભ, સ્વસ્તિક વગેરે જેવી દિવાળી વસ્તુઓ બનાવે છે. તેમના ત્યાં પટોળા, જરદોશી, ફ્લાવર પીસ પણ જોવા મળે છે. ખાસ કરીને તોરણ જેવી અન્ય વસ્તુઓ કસ્ટમરની જરૂરિયાત મુજબ તથા સાઈઝ પ્રમાણે બનાવી આપે છે.

    2. પેથાભાઈ વણકર

    તેઓ જામખંભાળિયાના વતની છે. તે પોતે વણકર છે. સ્પેશિયલ તેઓ શાલ બનાવે છે. શિયાળામાં ઠંડીથી બચવા માટે શાલમાં પણ જુદી જુદી વેરાયટીઓ જોવા મળે છે. જેમાં ભરતકામવાળી શાલ, પ્લેન શાલ, બાંધણીવાળી શાલ, હાથથી બનાવેલી શાલ પણ જોવા મળે છે.

    3. પ્રાચી ઉપાધ્યાય

    તેઓ રાજકોટના વતની છે. તેમની પાસે બે યુનિક પ્રોડક્ટ છે. જેમાં પહેલી ખિસ્સામાં અને પર્સમાં રહી શકે તેવો ટ્રાવેલિંગ સ્ટવ અને બીજી ધૂપદાની છે. આ ધૂપદાની એવી છે કે જેમાં કોલસા, લાકડાં, છાણાની બળતણ તરીકે જરૂર પડતી નથી. તથા ઈલેક્ટ્રિકસિટીની પણ જરૂરિયાત રહેતી નથી. આના વગર ચાલે તેવી ધૂપદાની મળી રહે છે. આ માટે તેમને એવોર્ડ પણ મળ્યો છે.

    ચર્મકામ, માટીકામ, ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ મળી રહે

    આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો મળે અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો. આ મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક, પટોળા સાડી, લુડીયા કાર્વીગ વગેરે જોવા મળે છે.આ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ તથા ગૃહ સુશોભનની અનેક વિવિધ ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે.

    સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
    First published:

    Tags: Ahmedabad news, Diwali 2022, Diwali celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन