Home /News /ahmedabad /

Ahmedabad: આ હેલ્થ સેન્ટરોમાં દર્દીઓ કરાવી શકશે મફતમાં લેબ ટેસ્ટ: જાણો સંપૂર્ણ વિગતો

Ahmedabad: આ હેલ્થ સેન્ટરોમાં દર્દીઓ કરાવી શકશે મફતમાં લેબ ટેસ્ટ: જાણો સંપૂર્ણ વિગતો

તમામ

તમામ પ્રકારના રિપોર્ટ મફતમાં કાઢી આપવામાં આવશે

કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ સેન્ટર (UHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો (CHC) પર 1 કરોડથી વધુના ખર્ચે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરો પર લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

    Parth Patel, Ahmedabad: ભારે વરસાદના (Heavy Rain) લીધે શહેરમાં રોગચાળાની સમસ્યા વધી ગઈ છે. જેના લીધે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં (Hospital) બીમારીની સારવાર કરવા માટે ભીડ જોવા મળતી હોય છે. જેમાં નાની-મોટી બીમારીને લગતા કેટલાક લેબ ટેસ્ટ (Lab Test) પણ કરાવવા પડે છે. તે માટે હોસ્પિટલોમાં લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના અર્બન હેલ્થ સેન્ટરો પર લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

    1 કરોડથી વધુના ખર્ચે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ

    મહત્વની વાત એ છે કે અહીંયા દર્દીના તમામ પ્રકારના રિપોર્ટ (Report) મફત (free)માં કરી આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ સેન્ટર (UHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો (CHC) પર 1 કરોડથી વધુના ખર્ચે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સામાન્ય પરિવારને લઈને ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    તમામ પ્રકારના રિપોર્ટ મફતમાં કાઢી આપવામાં આવશે

    દર્દી માટે પ્રાઇવેટ લેબોરેટરીમાં (Laboratory) 3000 રૂપિયાના ખર્ચે ટેસ્ટ કરવામાં આવે છે. તેની જગ્યાએ હવે કોર્પોરેશન દ્વારા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો (Community Health Center) પર 1.6 કરોડના ખર્ચે લેબોરેટરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને માટે શહેરના હેલ્થ સેન્ટરમાં વિના મૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ત્યાં તમામ પ્રકારના રિપોર્ટ મફતમાં કાઢી આપવામાં આવશે.



    AMC એ શરૂ કરેલી લેબોરેટરીની સુવિધા દ્વારા શહેરમાં આવેલા 82 અર્બન હેલ્થ સેન્ટરો અને 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર લેબ ટેસ્ટિંગ (Testing) સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. AMC આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં કોવિડ વેક્સિનેશનમાં (Vaccination) પણ ખૂબ જ મોટા પાયે ધસારો જોવા મળી રહ્યો છે. જેને લઈ હાલમાં શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટરો તેમજ 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર લેબ (Lab) ટેસ્ટિંગની સુવિધા ઊભી કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

    CBC મશીન દ્વારા WBC અને RBC કાઉન્ટની તપાસ કરી શકાશે

    આ માટે AMC ના અર્બન હેલ્થ સેન્ટરો તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર CBC મશીન મૂકવામાં આવ્યા છે. જેનાથી હવે WBC અને RBC કાઉન્ટની તપાસ કરી શકાશે. આ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર ડેન્ગ્યુ (Dengue) અને ચિકનગુનિયાના (Chikungunya) ટેસ્ટ માટે એલાઇઝા લીડર અને ડાયાબિટીસ (Diabetes) મશીન PH રિવર્સ પ્રકારના મશીન પણ મૂકવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ શહેરના 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર સોનોગ્રાફી મશીન (Sonography Machine) લગાવવામાં આવ્યા છે. હાલમાં AMC દ્વારા 82 અર્બન હેલ્થ સેન્ટરોમાં 6000 OPD અને 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર 7000 OPD હેઠળ દર્દીઓને (Patient) ચેક કરી સારવાર કરાઈ રહી છે.

    આ પણ વાંચો : GTUના પ્રોફેસરે પ્લાસ્ટિક બાબતે કર્યું આવુ સંશોધન: તેમના સંશોધન વિશે દરેકે જાણવું જરૂરી

    શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે રોગચાળો ન પ્રસરે તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં 20 જેટલા મેગા કેમ્પનું (Mega Camp) આયોજન કરવામાં આવશે. જેમાં ચા-પાણી, નાસ્તો, મંડપ, પ્રચાર કરવા સાથે કુલ 5 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ચેક અપ (Check Up) માટે આવશે તેમની સારવાર (Treatment) મફતમાં કરવામાં આવશે. તમે પણ તમારી નજીકમાં આવેલા હેલ્થ સેન્ટર જઈને રીપોર્ટ કરાવી સારવાર લઈ શકો છો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Corporation, Health care, અમદાવાદ, એએમસી`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन