Home /News /ahmedabad /પૈસા ડબલ કરવાની લાલચે વેપારી પાયમાલ, ઠગો નીકળ્યા આંતરરાજ્ય ભિખારી
પૈસા ડબલ કરવાની લાલચે વેપારી પાયમાલ, ઠગો નીકળ્યા આંતરરાજ્ય ભિખારી
પૈસા ડબલ કરવાની લાલચે વેપારી પાયમાલ
Ahmedabad News: અમદાવાદના ઇસનપુરમાં વેપારી સાથે વિધિ કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પૈસા ડબસ કરવાની લાલચ આપી વેપારી પાસેથી રૂપિયા 17.50 લાખની છેતરપિંડી કરાઈ હતી. ઠગો દેશના અલગ અગલ રાજ્યોમાં જઈને ભીખ માંગે છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા.
અમદાવાદ: અમદાવાદના ઇસનપુરમાં વેપારી સાથે વિધિ કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વેપારીને કહ્યું તમારી પાસે કેટલા પૈસા છે, જેટલા પૈસા હોય તે લઈ આવો હું તમને વિધિ કરીને તમારા પૈસા ડબલ કરી આપીશ. આવી તેવી લાલચ આપી વેપારી પાસેથી રૂપિયા 17.50 લાખની છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી અને તપાસ બાદ 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓમાં એક ગાંધીનગરનો ભુપતનાથ પરમાર અને બીજો ખેડાનો રહેવાસી રોબળ નાથ ઝડપાયા છે.
પૈસાની લાલચમાં વેપારી લૂંટાયો
આરોપીઓની તપાસ કરવામાં આવતા સામે આવ્યું છે કે, આ આરોપીઓ દેશના અલગ અલગ રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં ભીખ માંગવા માટે જાય છે અને હાથની કળા બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ લોકોએ આવીજ રીતે અમદાવાદના એક વેપારી સાથે છેતરપિંડી કરી હતી. જેથી ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ આગળની તપાસ પણ હાથ ધરી છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને કેડીલા બ્રિજ પાસે સિઝનેબલ અનાજની દુકાન ધરાવતા સુરેશભાઈ ચાવડાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 14મી સપ્ટેમ્બરના દિવસે તેઓ જ્યારે દુકાને હાજર હતા ત્યારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ એક ભગવાધારી આવ્યો હતો. આ વ્યક્તિ ચાર છ મહિનાથી તેઓની દુકાને ભંડારા માટે આવતો હતો. જેથી ફરિયાદી તેને યથાશક્તિ મુજબ દાન પણ આપતા હતો. જો કે આ વ્યક્તિ તેની સાથે એક કાળા કપડા વાળાને પણ લઈને આવ્યો હતો. જે પોતાના ગુરુ હોવાનું કહીને ફરિયાદીની દુકાનમાં પગલાં પડવા માટે ગયા હતા.
પૈસા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી
ફરિયાદીએ બંનેને દુકાનમાં બેસાડી ચા પાણી કરાવ્યા અને ત્યારબાદ કાળા કપડા વાળા વ્યક્તિએ તેની પાસેનો રુદ્રાક્ષ ફરિયાદીને આપ્યો હતો. અને મુઠ્ઠીમાં બંધ કરીને તે સુંઘવાનું જણાવેલ. ત્યારબાદ તેણે કહ્યું હતું કે, તમારી પાસે કેટલા પૈસા છે જેટલા પૈસા હોય તે લઈ આવો હું વિધિ કરીને તમારા પૈસા ડબલ કરી આપીશ. જેથી ફરિયાદી લાલચમાં આવી ગયો અને તેઓની પાસે રહેલા 17 લાખ 50 હજાર લાવીને તે સાધુને આપ્યા હતા. જે રૂપિયા ફરિયાદીને ટેબલ ઉપર મૂકવાનું કહેતા તમામ રૂપિયા કાઢીને કાળા કપડામાં મૂકી દીધા હતા.
આ પછી ફરિયાદીને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાનું કહીં જ્યા સુધી ખોલવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી આંખો ખોલવાની નહીં તેમ જણાવતા ફરિયાદી આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયો હતો. પરંતુ બાદ ફરિયાદીને શંકા જતા ફરિયાદીએ આંખો ખોલીને જોતા આ બંને વ્યક્તિ ગાયબ અને સાથે પૈસા ભરેલ થેલો પણ ખાલી હતો. ફરિયાદીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ કોઈ મળી આવ્યું ના હતું. જેથી ફરિયાદીએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.