Home /News /ahmedabad /Sanand: પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પતિએ માથુ ધડથી અલગ કરી નાંખ્યું, 6 મહિના બાદ પોલીસે દબોચ્યો
Sanand: પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પતિએ માથુ ધડથી અલગ કરી નાંખ્યું, 6 મહિના બાદ પોલીસે દબોચ્યો
મૃતક હંશા ગોહિલની ગત 25 નવેમ્બર 2021 ના રોજ ઘરમાં ગળું કપાયેલી અને ધડથી અલગ હાલતમાં લાશ મળી આવી હતી.
હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ પણ તપાસ કરી રહી છે કે ફરાર આરોપી અત્યાર સુધી ક્યાં હતો અને આ હત્યા પાછળ શંકા જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ છે અને જેથી તપાસ બાદ વધુ કાર્યવાહી સાણંદ પોલીસ દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ (Ahmedabad)ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ પોલીસ સ્ટેશન (Sanand Police Station) વિસ્તારમાં ગત નવેમ્બર મહિનામાં એક હત્યા (Murder)નો બનાવ બન્યો હતો અને જેમાં એક 30 વર્ષની પરિણીતાની હત્યા (Women Murder) ગળું કાપીને કરી દેવામાં આવી હતી. જોકે ઘટના બાદથી પતિ ફરાર થઈ ગયો હતો. જેથી પતિ ઉપર શંકા હતી કે તેને જ આ હત્યા કરી હોઈ શકે છે. જેથી પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો.
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ફરાર આરોપીઓની તપાસ કરી રહી હતી અને જે મામલે આરોપી હિતેશ ગોહિલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
વિગતવાર વાત કરીએ તો મૃતક હંશા ગોહિલની ગત 25 નવેમ્બર 2021 ના રોજ ઘરમાં ગળું કપાયેલી અને ધડથી અલગ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે આરોપી પતિ હોવાનુ સામે આવી ચૂક્યું હતું. કારણ કે આરોપી પતિ લાશને મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે સાણંદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ફરાર આરોપી સાણંદ સરખેજ ચોકડી ખાતે છે જે માહિતીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો છે.
આરોપીની તપાસમાં તેને કબૂલાત કરી છે કે તેની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હતી અને જેના કારણે તેને સૂઈ રહેલ તેની પત્નીને પેહલા બેભાન કરી નાખી હતી અને ત્યાર બાદ તેનું ગળું કાપી ધડથી અલગ કરી લાશને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો.
હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ પણ તપાસ કરી રહી છે કે ફરાર આરોપી અત્યાર સુધી ક્યાં હતો અને આ હત્યા પાછળ શંકા જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ છે અને જેથી તપાસ બાદ વધુ કાર્યવાહી સાણંદ પોલીસ દ્વારા કરવામાં આવશે.