Home /News /ahmedabad /

Ahmedabad: પતિનું પાડોસણ સાથે ઇલુ ઇલુ, ઝડપાઇ જતા પ્રેમિકા સાથે મળી પત્નીને માર્યો માર

Ahmedabad: પતિનું પાડોસણ સાથે ઇલુ ઇલુ, ઝડપાઇ જતા પ્રેમિકા સાથે મળી પત્નીને માર્યો માર

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

મૂળ ગાંધીનગર માણસા તાલુકાની વતની 36 વર્ષીય મહિલા હાલ સાબરમતી વિસ્તારમાં રહે છે અને ઘરકામ કરે છે. તેના લગ્ન વર્ષ 2006માં થયા હતા. આ લગ્નજીવન દરમિયાન આ મહિલાને 15 વર્ષનો દીકરો પણ છે.

અમદાવાદ: શહેર (Ahmedabad)માં રહેતી એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો આક્ષેપ છે કે પાડોશમાં રહેતી મહિલા સાથે તેના પતિને આડા સંબંધો (Extramarital affair) હતા. જ્યારથી તે પાડોશમાં રહેતી મહિલા સાથે સંપર્કમાં આવ્યો ત્યારથી તેનું વર્તન બદલાઈ ગયું હતું અને અવારનવાર તેને માર મારી ત્રાસ (torture of women) આપતો હતો. એટલું જ નહીં મહિલાએ એક દિવસ પતિના પર્સમાંથી પાડોશણ મહિલા સાથે પ્રેમભરી કરેલી વાતોની ચિઠ્ઠી મેળવી હતી. જે બાબતે વાત કરતા તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને પ્રેમિકાને બોલાવી બંને ભેગા થઈને આ મહિલાને માર માર્યો હતો. સમગ્ર બાબતને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ ગાંધીનગર માણસા તાલુકાની વતની 36 વર્ષીય મહિલા હાલ સાબરમતી વિસ્તારમાં રહે છે અને ઘરકામ કરે છે. તેના લગ્ન વર્ષ 2006માં થયા હતા. આ લગ્નજીવન દરમિયાન આ મહિલાને 15 વર્ષનો દીકરો પણ છે. ત્રણેક વર્ષ પહેલા આ મહિલા તેના પરિવાર સાથે ચાંદખેડા રહેતી હતી અને બાદમાં સાબરમતી ત્રાગડ ખાતે એક ફ્લેટમાં નવું મકાન લીધું હતું. જ્યાં તેના પતિ અને દીકરા સાથે રહેવા ગઇ હતી.

આજથી દસેક મહિના અગાઉ મહિલાનો પતિ પાડોશી મહિલા કે જે ઘરે આવતી જતી હતી તેના પરિચયમાં આવ્યો હતો. મહિલાનો પતિ આ પાડોશી મહિલાના પરિચયમાં આવ્યા બાદ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો હતો અને કોઇને કોઇ વાતને લઇને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો અને તેના દીકરાને પણ સારું રાખતો ન હતો. આખો દિવસ આ મહિલાનો પતિ મોબાઇલ ફોનમાં કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતો હતો.

આ પણ વાંચો- રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

જ્યારે મહિલા ફોન બાબતે પતિ સાથે વાત કરે તો પતિ કોઈ રીતે હેરાન-પરેશાન કરતો હતો. પરંતુ મહિલાને તેનો ઘરસંસાર ના તૂટે તે માટે થઈને આ ત્રાસ સહન કરી લેતી હતી. બાદમાં દિવસે ને દિવસે મહિલાનો પતિ દારૂ પીને ઘરે આવી મહિલાને પટ્ટા વડે માર મારી ગાળો આપી માનસિક-શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો. બાદમાં તારા પિતાના ઘરેથી ખાલી હાથે આવી છે તું તારા પિતાના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહી વધારે બોલીશ તો તને અને તારા દીકરાને તારી માતાના ઘરે મોકલી દઈશ તેવી ધમકી આપતો રહેતો હતો.

આ પણ વાંચો- યોગ દિવસની અમદાવાદમાં ઉજવણી, 2 કલાકમાં 200 મહિલાઓએ 20 આસનો કર્યા

મહિલાનો પતિ અવારનવાર પાડોશી મહિલાના ઘરે કોઈ ના હોય ત્યારે જતો હતો. બે દિવસ પહેલા આ મહિલાએ તેના પતિનું પાકીટ ચેક કર્યું તો પાડોશી મહિલા સાથેના પ્રેમસંબંધો વાળા લેટર મળી આવ્યા હતા. જે બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા તેને મારવા લાગ્યો હતો. અને પાડોશી મહિલા કે જેની સાથે મહિલાના પતિને પ્રેમ સંબંધ હતો. તેને પણ ઘરે બોલાવી માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેથી મહિલાના પુત્રએ તેના મામાને જાણ કરતાં મહિલાના પિયરજનો ત્યાં આવ્યા હતા. ત્યારે તેના પતિને સમજાવવા જતા મહિલાના પતિએ સાસુ સાથે પણ હાથ ચાલાકી કરી હતી. જેથી સમગ્ર બાબતને લઈને મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad police, Latest Ahmedabad Crime news, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર