Home /News /ahmedabad /Ahmedabad News: મેયરે કહ્યુ - સત્તાપક્ષને જાણ નથી, AMC કમિશનરે સત્તાનો ઉપયોગ કરી ચાના કપ પર પ્રતિબંધને નિર્ણય લીધો!
Ahmedabad News: મેયરે કહ્યુ - સત્તાપક્ષને જાણ નથી, AMC કમિશનરે સત્તાનો ઉપયોગ કરી ચાના કપ પર પ્રતિબંધને નિર્ણય લીધો!
ફાઇલ તસવીર
Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચા માટે ઉપયોગમાં લેવાતા પેપર કપ પ્રતિબંધ મુદ્દે વિવાદ સર્જાયો છે. મેયર કહે છે કે નિર્ણય સત્તાપક્ષનો નથી અને કમિશનરે પોતે નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા ચા માટે ઉપયોગમાં લેવાતા પેપર કપ પ્રતિબંધ મુદ્દે વિવાદ સર્જાયે છે. અમદાવાદ મેયર કિરીટ પરમાર કહેવુ છે કે, આ નિર્ણય સત્તા પક્ષનો નથી, વહીવટી સત્તાના મ્યુનિસિપલ કમિશનર નિર્ણય કર્યો છે. સત્તા પક્ષને કોઇ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. આગામી સમયમાં કમિશનર સાથે ચર્ચા કરી પ્રજાલક્ષી નિર્ણય કરીશું.
આવતીકાલ એટલે 20 જાન્યુઆરીથી અમદાવાદ શહેરમાં ચા માટે ઉપયોગ લેવાતા પેપર કપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે તેના ભાગરૂપે એએમસી સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ટી સ્ટોલ માલિકોને સમજાવી પેપર કપ ન ઉપયોગમાં લેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના મેયર કિરીટ પરમાર ચોકવાર નિવેદન આવ્યું છે. જેના પગલે એએસમી સત્તાધીશો અને વહિવટી વિભાગ આમનેસામને આવી ગયું છે. વહિવટી વિભાગે સત્તા પક્ષને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કર્યો હોવાનો દાવો છે. તો બીજી તરફ આવતીકાલે અમલ કરવો કે નહીં તે અંગે મૂંઝવણ ઉભી થઈ છે.
મેયર કિરીટ પરમારે જણાવ્યુ હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વહિવટી નિર્ણય લેવાયો છે. કોઈ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો નથી. ઘણાં કામ હોય છે, તેમના રાઉન્ડ દરમિયાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેચપિટીમાં ચા કપ વધારો દેખાયો હતો. કેટલાક નિર્ણય ઠરાવ જરૂર નથી. કમિશનર પાસે સત્તા હોય છે નિર્ણય લઇ શકે છે. કમિશનર પાસે સત્તા ભાગ રૂપે આ કામ કરવામાં આવી રહ્યું છે. કમિશનરના નિર્ણય પર આગામી સમયમાં ચર્ચા કરી આગળ જાણ કરીશું. હાલ કમિશનર પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ડ્રેનેજ લાઇનમાં ચાના કપ હોવાથી ફરિયાદ મળી હતી. કમિશનર હાલ વિદેશ પ્રવાસે હોવાથી આવ્યા બાદ ચર્ચા કરી આખરી નિર્ણય કરીશું.
ચાના કપથી ડ્રેનેજ લાઇન ચોકઅપ થાય છે!
નોંધનીય છે કે, એક સપ્તાહ પહેલાં એએમસી કમિશનર દ્વારા મૌખિક સૂચના અપાઇ હતી કે શહેરમાં ચાની લારીઓ પર અપાતા પેપર કપથી મોટું નુકસાન થઇ રહ્યું છે. એક અંદાજ મુજબ 20 લાખથી વધુ ચાના કપ ડમ્પિંગ સાઇટ પર આવે છે. કેટલાક કપ ડ્રેનેજ લાઇનમાં આવી જતા ડ્રેનેજ લાઇન બંધ થઇ જાય છે. તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક પ્રયોગ કરાયો છે.
ચાના પેપર કપ બનાવતા વેપારીઓએ મેયરને આવેદનપત્ર આપતા જણાવ્યુ હતુ કે, પેપર કપ પર પ્રતિબંધ નાંખવાનો નિર્ણય પાછો ખેંચવો જોઇએ. કમિશનરના આ નિર્ણયમાં કોઇ પ્રકારનું તથ્ય નથી. પેપર કપથી કોઇ પ્રકારનું પ્રદૂષણ કે નુકશાન થતું નથી. એએમસી ફક્ત નાની કિટલીવાળાને દંડ કરે છે. આઇસ્ક્રીમ કપ તેમજ રેસિડેન્ટમાં વપરાતા કપ કેમ પ્રતિબંધ નહીં. મોટા કાફેમાં વપરાતા પેપર ગ્લાસ પર કેમ પ્રતિબંધ નથી. પરંતુ ચાના કપ પ્રતિબંધ છે. એએમસી આ નિર્ણય પાછો લેવો જોઇએ નહી તો હજાર પરિવાર રોજગારી પર મોટી અસર થશે.