Home /News /ahmedabad /

Ahmedabad Crime: અમદાવાદના નામચીન કાંચા નામના વ્યાજખોરે વેપારીને પહેલા માળેથી નીચે ફેંકી દીધા

Ahmedabad Crime: અમદાવાદના નામચીન કાંચા નામના વ્યાજખોરે વેપારીને પહેલા માળેથી નીચે ફેંકી દીધા

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે.

અમદાવાદમાં વ્યાજખોરના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ શાહે ઘંધા માટે ચાર વર્ષ પહેલા કાંચા ઉર્ફે મિર રાણા પાસેથી એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા.

અમદાવાદ: શહેર (Ahmedabad) માં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરો દ્વારા વેપારીને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દેવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી સામે આવતા સમગ્ર મામલે નિકોલ પોલીસ (Nikol Police) મથકમાં ફરિયાદ નોંધાતા બે આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે મુખ્ય આરોપી હાલ ફરાર છે.

અમદાવાદમાં વ્યાજખોરના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ શાહે ઘંધા માટે ચાર વર્ષ પહેલા કાંચા ઉર્ફે મિર રાણા પાસેથી એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મિર રાણા વેપારી પાસે અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. વેપારીએ કાંચાને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે દુકાન માલિક કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલી રિકવરિંગથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને તે વીસ હજાર વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતા.



હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઇલી રિકરીંગથી લીધેલા રૂપિયા ચૂકવવાનાં હતા પરંતુ વેપારી અમિતભાઇને ધંધામાં મંદીને કારણે તેવો રાજભા અને કનુભાઈને પૈસા નહિ ચૂકવતા અમિતભાઈ નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર આવેલી રેલીંગ પર બેઠા હતા ત્યારે કાંચા ઉર્ફે મિર રાણા એ તેને રેલીંગ પરથી નીચે જાનથી મારી નાખવાની ધમકી આપી રેલીંગથી 12 ફૂટ નીચે પાડી દીધા હતા. સમગ્ર મામલે અમિતભાઈની પત્ની દ્વારા નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો- અહીં દર વર્ષે રાષ્ટ્ર ધ્વજની લંબાઈમાં થાય છે વધારો, હાલમાં તેની લંબાઈ 1 હજાર 107 ફૂટ

અમિતભાઈને કાંચા ઉર્ફે મિર રાણાએ રૂપિયા વ્યાજે આપ્યા હતા. જેના વ્યાજનું ચૂકવણી કરવા સ્પા સંચાલક અમિતભાઈ તેની દુકાનનાં માલીક કનુભાઈ અને રાજભા પાસેથી રૂપિયા લીધા હતા. જોકે અમિતભાઈએ કનુભાઈ અને રાજભા પાસેથી લીધેલા રૂપિયા પરત નહીં આપી શકતા કનુભાઈ અને રાજભાએ કાંચાને અમિતભાઇની દુકાને ઉઘરાણી માટે મોકલ્યો હતો. સમગ્ર મામલે પોલીસે રાજેશ ઉર્ફે રાજભા પ્રજાપતિ, કનુભાઈ ઉર્ફે કનુભા ગળચરની ધરપકડ કરવામાં આવી છે તો મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર થઈ ચૂક્યો છે.

આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, અશોક ગહેલોતને આપી મોટી જવાબદારી

મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા પર અમદાવાદના અમરાઈવાડી, ખોખરામાં હત્યાનાં પ્રયાસનો ગુનો, ખોખરામાં રાયોટિંગ તેમજ પાલડીમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે. નિકોલ પોલીસે મિર રાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં ક્યારે વ્યાજખોરોનો આતંક અટકે છે એ જોવાનું રહેશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime news, Gujarati news, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन