Home /News /ahmedabad /અમદાવાદ! "આયશાની જેમ વીડિયો બનાવી મરી જા": દહેજ ભૂખ્યા સાસરિયાઓનો પરિણીતા પર અત્યાચાર

અમદાવાદ! "આયશાની જેમ વીડિયો બનાવી મરી જા": દહેજ ભૂખ્યા સાસરિયાઓનો પરિણીતા પર અત્યાચાર

પ્રતિકાત્મક તસવીર

Torture for dowry in Ahmedabad: અમદાવાદ શહેરમાં (Ahmedabad case) શાહપુરમાં (shahpur news) રહેતી 31 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્ન બાદ મહિલાનો પતિ દહેજ લાવવા દબાણ કરતો હતો. મહિલા એમ.કોમ સુધી ભણેલી હોવાથી તેને ટ્યુશન કરી (husband torture) કમાવવા માટે પણ તેનો પતિ દબાણ કરતો હતો.

વધુ જુઓ ...
Ahmedabad crime news: અમદાવાદ શહેરમાં (Ahmedabad news) આવેલા રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા એક આઘાતજનક અંતિમ વીડિયો (Ayesha suicide case) બનાવી આયશા નામની યુવતીએ નદીમાં ઝંપલાવી આપઘાત (Ayesha jumped into sabarmati river) કર્યો હોવાની દુઃખદ ઘટના બની હતી. ત્યારે હવે આ આયશાની જેમ વીડિયો (Ayesha suicide video) બનાવી આપઘાત કરી કે તેવું કહી ત્રાસ આપનાર સાસરિયાઓ સામે શાહપુરની એક મહિલાએ ફરિયાદ (woman police complaint) નોંધાવી છે. દહેજ ભૂખ્યા (dowry case) સાસરિયાઓ મહિલાને ટ્યુશન કરી કમાવવા દબાણ (Forcing a woman to earn by doing tuition) કરતા અને પિયરમાંથી દહેજ લાવવા દબાણ કરી ત્રાસ (Torture for dowry) આપતા હતા. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં શાહપુરમાં રહેતી 31 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્ન બાદ મહિલાનો પતિ દહેજ લાવવા દબાણ કરતો હતો. મહિલા એમ.કોમ સુધી ભણેલી હોવાથી તેને ટ્યુશન કરી કમાવવા માટે પણ તેનો પતિ દબાણ કરતો હતો.

આ મહિલાની જેઠાણી ટ્યુશન કરતી હોવાથી સાસરિયાઓ તેને પણ ટ્યુશન કરવા માટે દબાણ કરતા હતા. સાસરિયાઓ આ મહિલાને પિયરની મિલકતમાંથી હિસ્સો લઈ આવવા કહી ત્રાસ આપતા અને આઇશા ની જેમ વીડિયો બનાવી મરી જવાનું કહીને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો માટે સપ્તાહ છે આકરી મહેનતવાળું, જાણો રાશિફળ

સાસરિયાઓ આ મહિલાના ચારિત્ર્ય પર શંકાઓ રાખી તેને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં મહિલા આ ત્રાસ સહન કરી પિયરમાંથી અથવા નોકરી કરી ગમેતેમ કરી રૂપિયા લાવી સાસરિયાઓ ને આપતી હતી.

આ પણ વાંચોઃ-વડોદરાઃ મંગેતરને મળીને આવતી યુવતીને કારે અડફેટે લેતા મોત, લગ્ન પહેલા પુત્રીના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન

તો બીજીતરફ મહિલાને તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબન્ધ હોવાની પણ શંકાઓ હતી. સાસરિયાઓ જ્યાં સુધી દહેજ નહિ લાવે ત્યાં સુધી આ ત્રાસ સહન કરવો પડશે તેમ કહી આ મહિલાને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકની આત્મહત્યા, કાળુ- રાજુ-ભગા રબારી સહિત પાંચ લોકોના ત્રાસનો આક્ષેપ

મહિલાની તબિયત પણ આ કારણોસર ખરાબ રહેતી હતી. આખરે કંટાળીને મહિલાએ સાસરિયાઓ સામે શાહપુર માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે આયશા કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આયશા ને ન્યાય અપાવ્યો હતો ત્યારે હવે આ કેસમાં પોલીસ મહિલાને કેટલા સમયમાં ન્યાય અપાવે છે તે સવાલ છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Dowry case, Latest gujarati news