આગાહી! શિયાળાની ઠંડી માટે રાહ જોવી પડશે, 20 નવેમ્બરથી ઉત્તરના પવન ફૂંકાશે

પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં ઉત્તરપૂર્વની દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 20 નવેમ્બરથી સત્તાવાર રીતે શિયાળાનું આગમન થઇ શકે છે.
- News18 Gujarati
- Last Updated: November 13, 2019, 4:08 PM IST
વિભુ પટેલ, અમદાવાદ : રાજ્યમાં વાવાઝોડાની અસર શિયાલા પર પણ જોવા મળી રહી છે. વાવાઝોડા અને કમોસમી વરસાદને પગલે શિયાળાની ગુલાબી ઠંડી માટે રાજ્યના લોકોએ થોડા દિવસ હજુ પણ રાહ જોવી પડશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 નવેમ્બર આસપાસ ઠંડા અને સુકા પવનો ફૂંકાવા લાગે છે, અને લોકોને પણ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો ચોમાસુ પુરુ ન થયુ હોય તેવુ નવેમ્બર મહિનામાં પણ લાગી રહ્યુ છે. કારણ કે સાક્લોનિક સરક્યુલેશનના કારણે ઉતર દિશા તરફના પવનો ફૂંકાવવામાં થોડો સમય લાગશે.
એટલે કે 15 નવેમ્બર બાદ પણ શિયાળાની શરુઆતની રાહ જોવી પડશે. કારણ કે જો ઉતર તરફના સીધા પવન ગુજરાત તરફ ફૂકાય તો જ ગુજરાતનુ લઘુતમ તાપમાન નીચુ જાય અને લોકોને ઠંડીનો અહેસાસ થાય. પરંતુ હવામાન વિભાગનુ અનુમાન છે કે, 20 નવેમ્બર સુધીમાં ઉતર તરફના પવનો ફૂંકાવવાનુ શરુ થશે.
મહત્વપૂર્ણ છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે એટલે કે વાદળ છાયુ વાતાવરણ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.જોકે સાક્લોનિક સરક્યુલેશનની અસર દ્વારકા,કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં થશે. કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. સાક્લોનિક સરક્યુલેશનના કારણે ભેજ વાળુ વાતાવરણ રહેશે. એટલે કે હવામાન વિભાગ દ્વારા 15 નવેમ્બરથી પવન દિશા બદલશે તેવુ અનુમાન હતુ પરંતુ, સાક્લોનિક સરક્યુલેશના કારણે ઉતર દિશા તરફના પવન ફૂંકાવવામાં થોડો સમય લાગશે.
આ પણ વાંચો : પહેલી ડિસેમ્બરથી તમામ ટોલનાકા પર FASTag ફરજ

Loading...