Home /News /ahmedabad /ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યની 3 હજાર ખાલી જગ્યા ભરવા સંચાલક મંડળ મેદાને, ચૂંટણી પહેલા ભરતી કરવા માંગ

ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યની 3 હજાર ખાલી જગ્યા ભરવા સંચાલક મંડળ મેદાને, ચૂંટણી પહેલા ભરતી કરવા માંગ

આ 3000 આચાર્યની જગ્યા સામે 8000 લોકોએ અરજી કરી છે.

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી માટે HMAT ની પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2017માં HMAT ની પરીક્ષા લેવામાં આવી હતી જે બાદ HMAT ની પરીક્ષા લેવામાં આવી નથી.

અમદાવાદ : રાજ્યમાં આમ પણ ગ્રાન્ટેડ શાળાઓની હાલત ખસતા છે અમે તેવામાં પણ 3 હજાર જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યાઓ ખાલી પડી છે ત્યારે આ જગ્યાઓ પર આચાર્યોની ભરતી થાય તે માટે શાળા સંચાલક મંડળ મેદાન એ પડ્યું છે. છેલ્લા 5 વર્ષથી HMAT ની પરીક્ષા લેવામાં આવતી નથી તો આ વર્ષે ચૂંટણી પહેલા જ શિક્ષણ વિભાગ પરીક્ષાની તારીખ જાહેર કરી દિવાળી સુધીમાં ભરતી કરે તેવી માંગ સંચાલક મંડળ તરફથી ઉઠી છે.

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી માટે HMAT ની પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2017માં HMAT ની પરીક્ષા લેવામાં આવી હતી જે બાદ HMAT ની પરીક્ષા લેવામાં આવી નથી. આ વાતને 5 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. જેના કારણે પરિણામ એ આવ્યું કે હાલ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 3000 આચાર્યોની જગ્યા ખાલી પડી છે. હાલ આ મામલે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો- ઉમરપાડામાં બુટલેગરોનો દાવ ઉલટો પડ્યો, પોલીસની હિંમત સામે કાર મૂકી ઊંધી પૂંછડીએ ભાગ્યા

પત્રમાં જણાવ્યું છે કે 2011થી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની સત્તા સરકારે પોતાના હસ્તક લઇ લીધી છે. ત્યારબાદ 2017માં HMAT ની પરીક્ષા લેવામાં આવી હતી જે બાદ HMAT ની પરીક્ષા લેવામાં આવી નથી. જેના કારણે 3 હજાર આચાર્યોની જગ્યા ખાલી પડી છે. આ 3000 આચાર્યની જગ્યા સામે 8000 લોકોએ અરજી કરી છે. પરીક્ષામાં બેસતા પહેલાં પરીક્ષાર્થીઓનાં અનુભવ અને પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટેની કાર્યવાહીમાં HMAT ની જાહેરાત પછી 18 મહિનાનો સમયગાળો પસાર થયેલ છે તેમ છતાં 2500 જેટલા ઉમેદવારોની શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રોની ચકાસણી હજુ બાકી છે.

આ પણ વાંચો- અંબાજીનું પવિત્ર માનસરોવર કુંડ 6 વર્ષ બાદ વરસાદી પાણીથી ઓવરફ્લો થયું

તેમણે વધુમાં ઉમેર્યું કે નોકરી મળ્યા બાદ પ્રમાણપત્રોની ચકાસણી થતી હોય છે પરંતુ HMAT ની પરીક્ષા પહેલાં જ ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે.  અધિકારીઓ ફાઇલ પર રોજ નવી બાબતો દાખલ કરીને રાજ્ય સરકારની કામગીરીને નબળી પાડી રહ્યા છે. સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પરીક્ષા જાહેર કરીને લેવામાં આવે તથા સમય બગાડ્યા વિના પરિણામ જાહેર કરવામાં આવે જેથી આગામી ચૂંટણી પહેલાં ભરતી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Education Minister, Education News, Gujarat Education, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन
विज्ञापन