Home /News /ahmedabad /

ગુજરાતમાં વર્ષ 2018થી અત્યાર સુધી 6 સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરમાં ગેરરીતિ થઇ, જાણો તમામ વિગતો

ગુજરાતમાં વર્ષ 2018થી અત્યાર સુધી 6 સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરમાં ગેરરીતિ થઇ, જાણો તમામ વિગતો

યુવરાજસિંહ પ્રેસ કરી પોતાના જીવને જોખમ હોવાની પણ વાત કરી હતી.

2018 થી અત્યાર સુધી ૬ સ્પર્ધાત્મક પરિક્ષા પેપરમાં ગેરરીતી અને કૌભાંડ થયા હોવાનો યુવરાજસિંહ આરોપ, હેડ ક્લાર્ક પેપર પ્રાતિજ સાથે પાલિતાણામા પણ ફુટ્યુ હતુ 

યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)એ વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરી સ્પર્ધાત્મત પરિક્ષા (Gujarat Competitive examination)મા થતી ગેરરીતિ અને કૌભાંડ (Paper leak scandal)નો પર્દાફાશ કર્યો હતો. યુવરાજસિંહ આરોપ લગાવ્યો હતો કે, ભુતકામાં 2016 પછી લેવાયેલ 6 પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ અને કૌભાંડ થયું છે. પૈસા લઇ પેપર અપાયા છે અને ખાનગી સ્થળે પેપર લખાવવામાં આવ્યા છે.

હેડ ક્લાર્ક પેપર (Head Clark paper leaked) ફૂટવાના ઘટનાની શાહિ સુકાઇ નથી. ત્યાં જ પોલીસ તંત્ર હેડ ક્લાર્ક પરીક્ષામાં થયેલા ગેરરીતી તપાસ કરી રહી છે. ત્યા ફરી એજ મોન્ડસઓપિન્ટીથી ભુતકાળમા લેવાયેલ 6 પરીક્ષાઓના પેપર ફુટ્યા છે તેમજ પેપર ફોડી લાખો રૂપિયા ઉમેદવાર પાસે લેવામા આવ્યા હોવાનો આરોપ યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો છે.

પેપર ફુટ્યા અને ગેરરીતી હોવાનો આરોપ

પેપર - 1 ઓડિટર ( એકાઉન્ટ, ઓડિટર, સબ ટ્રેજરી અધિકારી ) પરિક્ષા- 7/7/2021 જગ્યા - 30 પરીક્ષા લેનાર - ગૌણ સેવા પસંદગી મંડળ (આ પરિક્ષામા ગેરરીત કરનાર 9 થી વધુ લોકોના નામ વોટસએપમા ફરતા થયા હતા, પરીક્ષામાં OMR માં છબરડો કરી પાસ થયા હતા)પેપર - 2  હેડ કલાર્ક પરિક્ષાનું પેપર પ્રાતિજમાં જ નહી પરંતુ પાલિતાણામાં પણ ફુટ્યુ હોવાનો આરોપ યુવરાજસિંહ લગાવ્યો હતો. હેડ ક્લાર્ક પેપર માત્ર પ્રાંતિજ માં જ ફૂટ્યું ના હતું. પાલીતાણામાં પણ 22 લોકોને પેપર આપવામાં આવ્યું હતું. દાના ભાઈ ડાંગર નામના વ્યક્તિએ પાલિતાણામાં પેપર આપ્યું હતું . ગત 11/12/21 ના રોજ બીસા હુમડ ભવનમાં ઉમેદવારો બેસાડી પેપર અપાયું હતું.

આ પણ વાંચો- આપનું ગુજરાત સંગઠન વિખેરાયું

પેપર - 3 સબ ઓડિટરની 10/10/21 ની પરીક્ષામાં પણ પેપર ફૂટ્યું હોવાનો આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે. 72 લોકોને 9 ઓક્ટોબરે પેપર આપવામાં આવ્યું હતું. બગોદરા-ધંધુકા હાઇ વે પર આવેલ મેરુવિહાર-લોલિયા ખાતે ઉમેદવારોને પેપર અપાયું હતું. આ પરીક્ષામાં તમામ 72 લોકો પાસ થયા છે. મુખ્ય આરોપી તુષાર મેર નામના વ્યક્તિએ સ્વીફ્ટ ડિઝાયરમાં પેપર આપ્યા હતા. આજે આ આરોપી પોલીસ કસ્ટડીમાં છે.

પેપર - 4 ATDO (મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી) ની પરીક્ષા માટે જગ્યા-114 અને પરિક્ષા તારીખ 17/7/2021 હતી. આ પરિક્ષા લેનાર ગૌણ સેવા પસંદગી મંડળ હતું. પરીક્ષામાં લાભાર્થી ઉમેદવારોએ પેપર OMR કોરા મુક્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની એજન્સીમાં કામ કરતા હાર્દિક પટેલ સંડોવણી હોવાનો આરોપ મુકાયો છે. પેપર કોરા મૂકી આવનાર વિદ્યાર્થીઓની હાર્દિક પટેલ ઓએમઆર ભરી આપવામા આવતા હતા. આ માટે 15 થી 18 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ મુકાયો છે. જે 12 ઉમેદવાર આજે નોકરી કરી કહ્યા છે.

પેપર-5 જામનગર મનપાની ચૂંટણીમાં પણ 11 ઉમેદવારોએ સેટિંગ કર્યું છે.  શિક્ષક વિશાભાઈ ધોળકિયા સંકળાયેલા હોવાનો દાવો યુવરાજસિહ જાડેજાએ કર્યો છે. પેપર સેટીંગ કરનાર તમામ 11 લોકો હાલ નોકરી કરી રહ્યા છે. દરેક પાસેથી 5 થી 6 લાખમાં પેપર ફોડવામાં આવ્યા છે.

પેપર-6 192 નંબરની જાહેરાત વાળી અધિક મદદનિશ ઈજનેરની પરીક્ષામાં પણ પેપર લીક થયું હતું. સુરેન્દ્રનગરના સાયલા પાસે 15 જેટલા ઉમેદવારોને પેપર અપાયું હતું. જેમાં 12 થી 15 લાખમાં વહીવટ થયાના આક્ષેપ પણ લાગ્યો છે. વિદ્યાર્થીઓને બોલાવી પેપર આપવામાં આવ્યા હતા.

યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે આ તમામ પરીક્ષામાં થયેલા ગેરરીતી ઓડિયો તેમજ વીડિયો અમારી પાસે છે. આ અંગે સંબંધિત ગૌણ સેવાના અધિકારી તેમજ પોલીસને આ માહિતી આપી છે. છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મુખ્ય આરોપી તુષાર મેર હાલ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ હજુ સહ આરોપી ફરાર છે જે પોલીસ પકડી શકી નથી .

આ પણ વાંચો- પ્લાસ્ટિક જમા કરાવનારને મળશે 51 હજાર સુધીનું ઈનામ

યુવરાજસિંહ પ્રેસ કરી પોતાના જીવને જોખમ હોવાની પણ વાત કરી હતી. અને કહ્યું હતું કે, મારો પરિવાર ચિંતિત છે કે જે લોકો પર આરોપ મુક્યો છે તેઓ માથા ભારે છે.

સૌથી વધુ ગૌણ સેવા પસંદગી મંડળની લેવાયલ પરીક્ષામાં જે પેપર પ્રેસમાંથી નિકળ્યા છે ત્યા જ તમામ પેપર લિંક થયા છે. પેપર લીક કરવા માટે હાર્દિક પટેલના નામના એજન્સીના કર્મચારી દ્વારા મદદ કરાતા હતી. પરંતુ પોલીસ હજુ ત્યા સુધી પહોંચી શકી નથી.

ફરી એકવાર યુવરાજસિહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે જોવાનું રહે છે કે સરકાર અને પોલીસ શું કાર્યવાહી કરે છે. કે પછી ફરી સમગ્ર મામલે થાળે પાળી દેવામાં આવે છે. તે એક મોટો સવાલ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, LRD paper leak, LRD paper leak case, Yuvraj singh

આગામી સમાચાર