Home /News /ahmedabad /

Ahmedabad Crime: અમદાવાદમાં દિયરે ભાભીને કહ્યું- તું મારી પત્ની હોત તો તને જીવતી સળગાવી દેત

Ahmedabad Crime: અમદાવાદમાં દિયરે ભાભીને કહ્યું- તું મારી પત્ની હોત તો તને જીવતી સળગાવી દેત

પ્રતિકાત્મક તસવીર

સાસરિયાંના ત્રાસથી કંટાળીને મહિલા એ પતિ, દિયર, સાસુ સસરા, કાકા સસરા, સાસુ અને તેમના બે દીકરાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad)લગ્ન બાદ પરિણીતા પર ત્રાસ ગુજરાવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે હવે તો લગ્નના પંદર દિવસમાં જ પતિ અને સાસરીયાઓના ત્રાસ (Torture a woman)નો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં લગ્નના પંદર દિવસ બાદ પતિને ધંધો કરવા માટે પત્નીને પિયરમાંથી રૂપિયા પાંચ લઈ આવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી માસામાં કાકા સસરાના દીકરાએ ધમકી આપી કે જો તું મારી પત્ની હોત તો તને જીવતી સળગાવી દેત.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાં વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાના લગ્ન ગત વર્ષે શાહીબાગના એક યુવક સાથે થયા હતા. મહિલાનો આરોપ છે કે તેના સાસરિયાંએ તેને લગ્નના પંદર દિવસ સુધી સારી રીતે રાખી હતી. બાદમાં ઘરની નાની-નાની બાબતોમાં તેના સાસરિયા તેની સાથે ઝઘડો કરતા હતા અને તેનો પતિ બીભત્સ ગાળો બોલીને તેની સાથે મારઝૂડ કરતો હતો.

આ પણ વાંચો- અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યાં

જ્યારે પતિને ધંધો કરવા માટે પત્નીને પિયરમાંથી રૂપિયા પાંચ લઈ આવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેના કાકા સસરા, સાસુ, તેમજ તેમના બે દીકરા પણ અવાર નવાર તેમના ઘરે આવીને પરિણીતા સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. જ્યારે તેના કાકા સસરા તેના પર ખોટી તાંત્રિક વિધિ કરતા હોવાનો પણ આરોપ પરિણીતાએ લગાવ્યો છે.
જો કે કેટલાક મહિના અગાઉ તેના કાકા સસરાના દીકરાએ તેને ધમકી આપી હતી કે તું મારી પત્ની હોત તો તને જીવતી સળગાવી દેત.

આમ સાસરિયાંના ત્રાસથી કંટાળીને મહિલા એ પતિ, દિયર, સાસુ સસરા, કાકા સસરા, સાસુ અને તેમના બે દીકરાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad police, Gujarati Police, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર