Home /News /ahmedabad /

Ahmedabad: અહી 51,000 પંચમુખી રુદ્રાક્ષમાંથી બનાવામાં આવ્યું છે મહા શિવલિંગ; દર્શન માત્રથી જ થાય છે દૂ:ખ દૂર

Ahmedabad: અહી 51,000 પંચમુખી રુદ્રાક્ષમાંથી બનાવામાં આવ્યું છે મહા શિવલિંગ; દર્શન માત્રથી જ થાય છે દૂ:ખ દૂર

7

7 ભૂદેવો એ 7 દિવસની મહેનતથી આ મહા શિવલિંગ બનાવ્યું

શ્રાવણ મહિનો ભગવાન ભોળા નાથનો મહિના ગણાય છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાથી ભગવાન શિવની ભક્તો પર વિશેષ મહિમાં વર્ષે છે.શ્રાવણ મહિનામાં ભક્તો  પોતાના વ્રત પ્રમાણે શિવની પૂજા કરે છે.

    Parth patel, Ahmedabad: શ્રાવણ મહિનો ભગવાન ભોળા નાથનો મહિના ગણાય છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાથી ભગવાન શિવની ભક્તો પર વિશેષ મહિમાં વર્ષે છે.શ્રાવણ મહિનામાં ભક્તો પોતાના વ્રત પ્રમાણે શિવની (Shiv) પૂજા કરે છે. કેટલાક પંચામૃતથી (Panchamrit) અભિષેક કરી રહ્યા છે. તો કેટલાક અંશ અને ધતુરાથી ભગવાનની ભક્તિમાં મગ્ન છે. આ બધાની વચ્ચે સાવન મહિનામાં દેશ શિવની ભક્તિમાં ડૂબી જાય છે. પરંતુ આ વખતે સાવનનો મહિનો ભક્તો માટે ખાસ છે. જ્યાં ઈન્દ્રદેવ (Indradev) વરસાદ વરસાવી કૃપા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘાટલોડિયામાં શિવભક્તોએ 51,000 પંચમુખી રુદ્રાક્ષમાંથી (Panchmukhi Rudraksha) અદ્ભુત શિવલિંગ બનાવ્યા છે.

    51,000 રુદ્રાક્ષમાંથી બનાવેલા છે પંચમુખી મહા શિવલિંગ

    અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારમાં 51,000 રુદ્રાક્ષમાંથી બનાવેલા પંચમુખી મહા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. ઘાટલોડિયામાં આ સૌપ્રથમ શિવલિંગ (Shivling) હશે જે પંચમુખી રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ બનાવવા માટે 51,000 પંચમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અનોખા શિવલિંગને જોવા અને જલાભિષેક (Jalabishek) કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારથી આ શિવલિંગ ચર્ચાનો વિષય બની રહ્યું છે.

    7 ભૂદેવોએ 7 દિવસની મહેનતથી આ મહા શિવલિંગ બનાવ્યું

    શાસ્ત્રી શ્રી આશિષભાઈ દવેએ પંચમુખી મહાદેવના (Mahadev) પ્રાંગણમાં આ શિવલિંગનું આયોજન કર્યું છે. તેને બનાવવા માટે 7 ભૂદેવો (Bhudev) એ 7 દિવસની મહેનતથી આ મહા શિવલિંગ બનાવ્યું છે. તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ દર વર્ષે પંચમુખી રુદ્રાક્ષમાંથી આ પ્રકારના મહા શિવલિંગ અલગ અલગ જગ્યાએ બનાવે છે. આ બનાવવાનો હેતુ લોકોની ભગવાન મહાદેવ પ્રત્યેની આસ્થા જાળવી રાખવાનો અને શ્રાવણ (Shravan) મહિનામાં અનોખા શિવલિંગ બનાવી તેની ભક્તિ કરવાનો છે.

    આ પણ વાંચો : GTUના પ્રોફેસરે પ્લાસ્ટિક બાબતે કર્યું આવુ સંશોધન: તેમના સંશોધન વિશે દરેકે જાણવું જરૂરી

    દરેક ભક્તોને પ્રસાદરૂપે પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે

    આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ પંચમુખી રુદ્રાક્ષમાંથી બનાવેલા શિવલિંગ પર રૂદ્રાભિષેક (Rudrabhishek) કરવા દરરોજ 200થી વધુ લોકો આવે છે. શ્રદ્ધાળુઓ મનની શાંતિ અને કલ્યાણ માટે ભગવાન શંકરને (Shankar) જળ અર્પણ કરે છે. સવાર-સાંજ તેની આરતીનો લાભ લઈને લોકો પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે. શ્રાવણ માસના અંતે પંચમુખી રુદ્રાક્ષમાંથી બનાવેલા શિવલિંગનું વિસર્જન (Dissolution) કરી દરેક ભક્તોને પ્રસાદરૂપે પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે.

    પંચમુખી રુદ્રાક્ષના લાભ

    પંચમુખી માળા (Mala) અથવા પંચમુખી રુદ્રાક્ષ દરેક વ્યક્તિ માટે સલામત અને સારી છે. તે સામાન્ય સુખાકારી, આરોગ્ય અને સ્વતંત્રતા માટે છે. તે તમારું બ્લડ પ્રેશર (BP) ઘટાડે છે. તમારી ચેતાને શાંત કરે છે અને તમારી નર્વસ સિસ્ટમમાં ચોક્કસ શાંતિ અને સતર્કતા લાવે છે.

    પંચમુખી રુદ્રાક્ષના સામાન્ય લાભ

    પહેરનારને સ્વાસ્થ્ય અને શાંતિ (Santi) મેળવવામાં મદદ કરે છે.

    મનને પરિવર્તન કરવામાં મદદ કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે.

    સારા નસીબ (Luck) લાવે છે અને મનને શાંતિ આપે છે.

    પંચમુખી રુદ્રાક્ષના આધ્યાત્મિક લાભ

    ગુરુ ગ્રહના અશુભ પ્રભાવોને શાંત કરે છે.

    આધ્યાત્મિકતા, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને માનસિક શક્તિમાં (Shakti) વધારો કરે છે.



    આ પણ વાંચો :ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થશે આ રીતે! ડોક્ટરે કહ્યું આવું



    પંચમુખી રુદ્રાક્ષના આરોગ્ય લાભ

    સ્થૂળતા, હૃદયની સમસ્યાઓ, બ્લડ પ્રેશર, માનસિક વિકલાંગતા, તાણ, ગુસ્સાનું સંચાલન, ન્યુરોટિક, ખોડખાંપણની સમસ્યાઓ, ડાયાબિટીસ અને પાઈલ્સ વગેરેથી પીડાતા લોકોના રોગ (Disease) મટાડે છે.

    પગ, લીવર, આંખો, અસ્થિ મજ્જા, કિડની વગેરે જેવી સમસ્યાઓ મટાડે છે.

    સુગર લેવલ અને વધારાની ચરબી (Fat) ઘટાડે છે.

    આરતીનો સમય

    સવારે 6.00 વાગ્યે મંગળા આરતી

    સવારે 9.00 વાગ્યે આરતી

    સાંજે 7.00 વાગ્યે સંધ્યા આરતી
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Devotees, Lord shiva, Lord shiva rudraksha, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन