Home /News /ahmedabad /પાડોશીને માતાજીની આરતીમાં પણ ઘોંઘાટ લાગ્યો, યુવતીના કપડા ફાડી નગ્ન કરવાના ઇરાદે કરી હાથાપાઈ

પાડોશીને માતાજીની આરતીમાં પણ ઘોંઘાટ લાગ્યો, યુવતીના કપડા ફાડી નગ્ન કરવાના ઇરાદે કરી હાથાપાઈ

યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા.

Ahmedabad Crime: પાડોશી યુવકે યુવતી અને તેના પતિ સાથે મારામારી કરી યુવતીને નગ્ન કરવાના ઇરાદે તેના કપડાં ફાડી નાખ્યા હતા. જેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતી તેના ઘરે પરિવારજનો સાથે હાજર હતી અને સવારના સુમારે માતાજીની આરતી વગાડતી હતી. તે દરમિયાન પાડોશી વ્યક્તિ તેના ઘરે આવ્યો હતો અને અવાજ ધીમો રાખવાનું કહી બબાલ શરૂ કરી હતી. આ દરમિયાન માતાજીના નિવેજ હોવાથી યુવતીએ કોઈ વધારે વાત કરી નહોતી. પરંતુ બાદમાં જ્યારે આ યુવતી તેના પરિવારજનો સાથે ખરીદી કરવા જતી હતી ત્યારે પાડોશી વ્યક્તિ તેના સાગરીતો સાથે આવ્યો હતો અને યુવતી અને તેના પતિ સાથે મારામારી કરી યુવતીને નગ્ન કરવાના ઇરાદે તેના કપડાં ફાડી નાખ્યા હતા. જેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નવા નરોડામાં રહેતી 37 વર્ષીય યુવતી તેના પતિ તથા ત્રણ બાળકો સાથે રહે છે અને ઘરકામ કરે છે. આ યુવતીનો પતિ પ્રાઇવેટ ફાઇનાન્સનું કામ કરે છે. ત્રણેક દિવસ પહેલા સવારે દસેક વાગ્યે તેઓ નવરાત્રીનો તહેવાર હોવાથી ઘરમાં હોમ થિયેટરમાં આરતી વગાડી આરતી કરતા હતા. આ વખતે પાડોશમાં રહેતા વ્યક્તિ તેઓના ઘરના સભ્યો સાથે આ યુવતીના ઘરે આવ્યા હતા અને દરવાજો ખખડાવી બહાર બોલાવ્યા હતા અને કહ્યું કે તમે આરતીનો અવાજ ધીમો રાખો અથવા ઘરનો દરવાજો બંધ રાખો તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. યુવતીના ઘરે માતાજીનું નિવેજ હોવાથી તેઓ ઘરે જતા રહ્યા હતા.

આ પણ વાંચો- સુરતના આ પરિવારની સરનેમ જાણતા જ લોકો તેમને રાવણના પૂર્વજ સમજે છે, જાણો કેમ?

બાદમાં બીજા દિવસે સવારના સમયે આ યુવતી તેના પરિવાર સાથે બહાર ખરીદી કરવા નીકળી હતી અને પાર્કિંગમાં આવતા અચાનક જ પાડોશમાં રહેતા વ્યક્તિ તેમની પત્ની તથા અન્ય બે લોકો કે જે બાઈક ઉપર આવ્યા હતા. તેઓએ આ યુવતીના કપડા ફાડી નાખ્યા હતા. બાઈક ઉપર આવેલા બે શખ્સો લાકડી લઈને આવ્યા હતા અને બાદમાં યુવતી ઉપર આબરૂ લેવાના ઇરાદે હુમલો કરી ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા અને જાહેરમાં નગ્ન કરવાના ઇરાદે કપડાં પણ ફાડી નાખ્યા હતા.

આ પણ વાંચો- અમદાવાદ એરપોર્ટ પર કારતુસ સાથે યુવક ઝડપાયો

આ યુવતીનો પતિ વચ્ચે પડી તેને છોડાવવા જતા પાડોશી વ્યક્તિએ તથા તેની સાથેના ત્રણ લોકોએ પણ આ યુવતીના પતિને લાકડી વડે માર માર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. બાદમાં યુવતી અને તેનો પરિવાર સોસાયટીની બહાર જવા લાગ્યા ત્યારે પાડોશી વ્યક્તિએ તેઓને મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ આ અંગે પાડોશી દંપતી તથા અન્ય ત્રણ એમ કુલ પાંચ લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, Naroda police, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन