Home /News /ahmedabad /અમદાવાદમાં પ્રેમીને મળાવવાની લાલચ આપી ત્રણ લોકોએ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ
અમદાવાદમાં પ્રેમીને મળાવવાની લાલચ આપી ત્રણ લોકોએ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ
પ્રેમીને મળાવવાની લાલત આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ
Ahmedabad Crime News:અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્રણ યુવકોએ પ્રેમી સાથે મળાવવાનો વિશ્વાસ અપાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. ઘટનાની જાણ સગીરાની માતાને થતા માતાએ તરત ફરિયાદ હતી. ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સગીરાને પ્રેમી સાથે માતા પિતાએ પકડી પાડતા ઠપકો આપ્યો હતો. જેનો લાભ લઈ પાડોશમાં રહેતા 40 વર્ષીય યુવકે તેને પ્રેમી સાથે મળાવવાનો વિશ્વાસ અપાવી મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી છે.
સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ
નોધનીય છે કે, રામ શંકર નાઈ, સોનુ રાજકુમાર વિશ્વકર્મા અને નથુસિંહ નાઈ નામના ત્રણ આરોપીઓની પોલીસે પોક્સો અને દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. આરોપીઓ મૂળ યુપીના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ધંધા કરવા માટે વસવાટ કરી રહ્યા છે. સગીરાની માતાને ઘટનાની જાણ થતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
પ્રેમીને મળાવવાની ખાત્રી આપી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યુ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સગીરાને આમાંથી એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા. જેની જાણ તેના માતા પિતાને થઈ જતા તેને ઠપકો આપ્યો હતો. પોડોશમાં રહેતા લોકોને જાણ થઈ ગઈ હતી કે સગીરા કોઈ વ્યક્તિના પ્રેમમાં છે. જેથી તકનો લાભ લઇ આ આરોપીએ સગીરાનો સંપર્ક કરી પ્રેમીને મળાવવાની ખાત્રી આપી હતી. જેથી સગીરાને પણ તેમના પર વિશ્વાસ આવી ગયો. તપાસ પ્રમાણે આરોપીએ સગીરાને એક ફોન અપાવી દીધો હતો.
આરોપીઓ સગીરાના દૂરના સબંધીઓ થાય છે
સગીરાને આરોપીઓ મિત્રના ઘરે લઈ અને પ્રેમીને મળાવવાની લાલચ આપનાર બે લોકોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે ઘટનાની જાણ સગીરાની માતાને થતા માતાએ તરત ફરિયાદ હતી અને ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હોવાનું ચાંદખેડા પીઆઇ વી.એસ વણઝારાએ જણાવ્યું હતું. આરોપીઓ સગીરાના દૂરના સબંધીઓ પણ થાય છે. હાલ તો આરોપીઓ અને સગીરાનું મેડિકલ કરાવી પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીઓ છેલ્લા કેટલા સમયથી સગીરા સાથે સંપર્કમાં હતા અને કેટલી વાર દુષ્કર્મ ગુજાર્યું છે, તે બાબતને લઈને પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.