Home /News /ahmedabad /અમદાવાદમાં લગ્ન પહેલા જ ભાવિ પતિએ યુવતીને બનાવી દીધી ગર્ભવતી, હકિકત સામે આવ્યા બાદ પણ...

અમદાવાદમાં લગ્ન પહેલા જ ભાવિ પતિએ યુવતીને બનાવી દીધી ગર્ભવતી, હકિકત સામે આવ્યા બાદ પણ...

બંને વચ્ચે શારિરીક સંબંધો બંધાતા લગ્ન પહેલા જ યુવતીને ગર્ભ રહી ગયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

રાજસ્થાનની અને હાલ શહેરના ઘાટલોડિયા રોડ પર રહેતી 26 વર્ષીય યુવતી એ રાજસ્થાનના એક યુવક સાથે ચારેક માસ પહેલા કોર્ટ મેરેજ કર્યા અને બાદમાં ચર્ચમાં લગ્ન કર્યા હતા.

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીની સગાઇ રાજસ્થાનના એક યુવક સાથે નક્કી થઇ હતી. તે દરમિયાન બંને વચ્ચે શારિરીક સંબંધો બંધાતા લગ્ન પહેલા જ યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતી બાળક રાખવા માનસિક તૈયાર નહોતી પણ તેના પતિએ બાળક નહિ રાખે તો લગ્ન નહિ કરૂં તેવી ધમકીઓ આપી લગ્ન કરી લીધા હતા. બાદમાં કતાર ખાતે જઇને પણ તેના પતિ એ શગુન બાબતે બોલાચાલી ઝઘડો કરી ત્રાસ આપ્યો હતો. આટલું જ નહિ આરોપી પતિએ તો તેના સસરાને પણ મરાવી નાખવાની ધમકીઓ આપતા યુવતીએ સાસુ અને પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મુળ  જ્યારે આ યુવતીની સગાઇની વાત ચાલતી હતી ત્યારે બંને પક્ષના માતા-પિતા વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. યુવતીનો પતિ કતાર ખાતે વેપાર કરતો હોવાથી તેણે લગ્ન કરવાની વાત કરી વિઝા પ્રોસેસ માટે કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન પહેલા જ બંને વચ્ચે શારિરીક સંબંધો બંધાતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. ત્યારે યુવતીએ નોકરી કરતી હોવાથી તે બાળક રાખવા તૈયાર નથી તેમ કહેતા તેના પતિએ બાળક નહિ રાખે તો સંબંધ નહિ રાખું તેમ કહ્યું હતું. જેથી યુવતીએ તેના માતા પિતાને વાત કરતા તેઓએ આ યુવક સાથે વાત કરતા યુવકે બાળક નહિ રાખો તો ડોક્ટર અને તમને કોર્ટમાં લઇ જઇશ તેવી ધમકી આપી હતી. કોર્ટ મેરેજ કર્યા બાદ યુવતી ગર્ભવતી હોવાથી તેના ચર્ચમાં લગ્ન પણ કરાવ્યા હતા. આ લગ્ન બાદ યુવતી રાજસ્થાન સાસરે ગઇ ત્યારે પતિએ શગુનમાં દાગીના કે પૈસા લાવી નથી તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો: જમવાનું આપવા આવેલી ભાભી પર દિયરે આચર્યું દુષ્કર્મ

આ દરમિયાન યુવતી તેના પતિ સાથે ઉદયપુર ફરવા ગઇ હતી ત્યારે પણ તેના પતિએ દારૂ પીને સસરાને ફોન કરી શગુન બાબતે બોલાચાલી કરી હતી. યુવતીએ તેના પતિને બાયોડેટા પણ ખોટો મોકલ્યો હતો તે પણ પપ્પાને કહી દો તેવું કહેતા પતિએ યુવતી સાથે બબાલ કરી હતી. થોડા દિવસ બાદ યુવતીના પિતા આ દીકરીના સાસરે જઇને જમાઇને શગુન પેટે કવર આપ્યું તો યુવતીની સાસુએ મહેણું માર્યું કે જમાઇ એટલો સસ્તો નથી. જેથી યુવતીને તેના પિતા પરત લઇ આવ્યા હતા. બાદમાં સમાધાન થતાં યુવતીનો પતિ કતાર જતો રહ્યો હતો અને પછી યુવતી પણ કતાર જવા ફ્લાઇટમાં બેઠી ત્યારે પતિએ ફોન કરી તું જુઠ્ઠી છે મને પસંદ નથી પણ તું પ્રેગનેન્ટ છે એટલે રાખું છું તેવું કહી પાછી ઘરે જતી રહે કહેતા યુવતી પરત ન જઇ કતાર પહોંચી હતી. ત્યાં ગયા બાદ પણ પતિ ઝઘડા કરતો હતો.

આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વિક્ટોરીયા લીલીના છોડ બન્યા આકર્ષણનું કેન્દ્ર

થોડા દિવસ રહીને યુવતીની સાસુ કતાર ગઇ ત્યારે યુવતીને તારા લીધે મને હ્યદયની બિમારી થઇ છે તું પૈસા જોઇને આવી છે તેમ કહી ત્રાસ આપ્યો હતો. યુવતી ફોટો વિડીયો લે તો પણ તેના પતિને પસંદ નહોતું જેથી કંટાળીને યુવતીને અમદાવાદ ભારત આવવું હતું અને તે માટે તેણે દોહા પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાં યુવતી સમક્ષ તેના પતિએ માફી માંગી ઘરે જઇને ફરી ઝઘડો કરી સસરા પાસે ટિકીટ કરાવડાવી હતી. બાદમાં પતિએ આ યુવતીને ફોન કરીને કહ્યું કે તેના પિતાનો ફોન આવે તો તારો વાંક હતો તેમ કહી વાત પૂરી કરી નાખે, જો બધી હકીકત કહીશ તો તારા પિતાને અકસ્માતમાં મરાવી નાખી તારા બાઇનું ફ્યુચર બર્બાદ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી કંટાળીને યુવતીએ સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો