Union
Budget 2023

Highlights

Home /News /ahmedabad /અમદાવાદમાં સિનિયર સિટીઝનોને છેતરી મુંબઈમાં બાર ડાન્સરો પાછળ પૈસા ઉડાવતો આરોપી પકડાયો

અમદાવાદમાં સિનિયર સિટીઝનોને છેતરી મુંબઈમાં બાર ડાન્સરો પાછળ પૈસા ઉડાવતો આરોપી પકડાયો

છેલ્લા 22 મહિનાથી આરોપી સેન્ટ્રલ જેલમાં આ ATM ફ્રોડના ગુનામાં હતો.

Ahmedabad ATM Fraud : છેલ્લા 22 મહિનાથી આરોપી સેન્ટ્રલ જેલમાં આ ATM ફ્રોડના ગુનામાં હતો પરતું બે મહિનાથી બહાર નીકળતા જ ફરી એક વખત આ રીતની ઠગાઇ કરવાનું શરૂ કર્યું હતું.

અમદાવાદ: ATM માં પૈસા ઉપાડતી વખતે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો તમને ભારે પડી શકે છે. કારણકે અનેક વડીલોને ભોળવીને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડનાર ઠગ ફરી એક વખત પોલીસના હાથે ઝડપાયો છે. નોંધનીય છે કે અગાઉ પણ આ ઠગની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ થઈ ચૂકી છે.. જેલથી બહાર નીકળતા જ બે મહિનામાં 14 થી વધુ ATM કાર્ડ બદલી ઠગાઇ આચરી છે. આ ઠગે લાખો રૂપિયા સેરવી લઈ મોજશોખ કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે.

સિનિયર સિટીઝનોને છેતરતા ઠગને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજવીર ઉર્ફે ચિન્ટું ભટ્ટ નામનો ઠગ ATM સેન્ટર પર પૈસા ઉપાડનાર ગ્રાહકને મદદ કરવાના બહાને કાર્ડમાંથી પૈસાની ઠગાઇ આચરવામાં માસ્ટર માઈન્ડ છે. ઠગ ATM માં આવતા વૃદ્ધ લોકોને તેનો ટાર્ગેટ બનાવતો હતો અને ATM કાર્ડનો ઉપયોગ કરતા ન ફાવતું હોય તેવા લોકોને પૈસા કાઢવાની મદદ કરવાનું કહીને તેમનો પાસવર્ડ જાણી લેતો અને ત્યાર બાદ તેમનું કાર્ડ બદલીને ઠગાઈ આચરતો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 લાખથી વધુ આવાસો નિર્માણ પામ્યા

ઠગ રાજવીર ભટ્ટએ અમદાવાદ, વલસાડ, વડોદરા ગાંધીધામ, કચ્છ, મુંબઈ સહિત અનેક જગ્યાએ 14થી વધારે લોકો સાથે છેતરપીંડી આચરી છે અને આ ઠગાઇના પૈસાનો ઉપયોગ તે મોજશોખ પુરા કરવા માટે કરતો હતો. આરોપી રાજવીર શરૂમાં મોજશોખ પુરા કરવા માટે નાની મોટી ચોરી કરતો હતો. જેને લઈને તેના પિતા એ ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગયો હતો. અને ત્યાર બાદ મોજશોખ પૂરા ના થતા ATM માંથી પૈસા ઉપાડવામાં મદદના બહાને વૃદ્ધો સહિતના લોકોને પડતી તકલીફ પડતી હોવાથી તેમને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું. જેમાં છેલ્લા 7 વર્ષથી આરોપી ATM સેન્ટર પર મદદ કરવાના બહાને કાર્ડ બદલી લાખો રૂપિયાની ઠગાઇ આચરી ચુક્યો છે.

આ પણ વાંચો: PCB ચેરમેન નઝમ શેઠીએ જય શાહ પર લગાવ્યો મોટો આરોપ

છેલ્લા 22 મહિનાથી આરોપી સેન્ટ્રલ જેલમાં આ ATM ફ્રોડના ગુનામાં હતો પરતું બે મહિનાથી બહાર નીકળતા જ ફરી એક વખત આ રીતની ઠગાઇ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આરોપી સરખેજ પોલીસની પકડમાં ત્યારે આવ્યો જ્યારે આણંદ ચોકડી પાસે ડિસેમ્બર 2022માં એક સિનિયર સિટીઝનની મદદ કરવાના બહાને પૈસા ઉપડ્યા હતા. જેમાં સરખેજ પોલીસ તપાસ કરતા એક શંકાસ્પદ કાર સીસીટીવીમાં જોવા મળી હતી. જેના આધારે તપાસ કરી રાજવીર ભટ્ટને દબોચી પાડ્યો હતો. અને તેની પાસેથી 30 જેટલા ગ્રાહકોના એટીએમ કાર્ડ, કાર ,42 હજાર રોકડ મળ્યા આવ્યા હતા અને છેલ્લા બે મહિનામાં 14 જેટલા ગુના અજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.

વર્ષ 2020માં સાયબર ક્રાઇમ બ્રાંચે ઠગ રાજવીર પકડ્યો ત્યારે તેની પાસેથી 21 જેટલા ATM છેતરપિંડીના ગુના ખુલ્યા હતા. આરોપી રાજવીર ભટ્ટ ઠગાઇ કરેલા પૈસા મોજાશોખ માટે મુંબઈમાં ડાન્સબારમાં છોકરીઓ પાછળ પૈસા ઉડાવતો હતો. જેથી આરોપી કબૂલાત કરી છે કે મોજશોખ પુરા કરવા માટે તેણે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું. જેને લઈ એક રીઢો બનેલો ઠગ ફરી એક વખત તેના કારનામાંના કારણે જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime branch, Ahmedabad Crime latest news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन