Home /News /ahmedabad /શું અમદાવાદમાં સુરત જેવી થશે? ટ્રાવેલ્સ એસોસિએશને અમદાવાદમાં મુસાફરોને નહીં ઉતારવાની ચીમકી ઉચ્ચારી

શું અમદાવાદમાં સુરત જેવી થશે? ટ્રાવેલ્સ એસોસિએશને અમદાવાદમાં મુસાફરોને નહીં ઉતારવાની ચીમકી ઉચ્ચારી

અમદાવાદમાં બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સ એન્ડ એજન્ટસ યુનિયને આજે શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે.

Ahmedabad News: અમદાવાદમાં 28મી ફેબ્રુઆરીથી મુસાફરોને શહેર બહાર ઉતારી દેવામાં આવશે સુરતની જેમ અમદાવાદમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સુરત સહિત અનેક જગ્યાઓથી બસ આવે છે.

અમદાવાદ: અમદાવાદમાં બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સ એન્ડ એજન્ટસ યુનિયને આજે શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદન પત્ર શહેરમાં પ્રવેશની સમય મર્યાદા ઘટાડવા અંગે આપવામાં આવ્યું છે. શહેરમાં રાતના 11 બાદ અને સવારે 7 વાગ્યા સુધી લકઝરી બસને પ્રવેશ મળે છે જેને વધારીને રાતે રાતના 9.30થી અને સવારના 8 વાગ્યા સુધી પ્રવેશ મળે તે માટે માંગણી કરવામાં આવી છે. આ સિવાય બપોરે 1થી 4 દરમિયાન પણ ટ્રાફિક ન હોય તેવાં વિસ્તારોમાં પ્રવેશ અંગે માંગણી કરવામાં આવી છે.

આ અંગે વાતચીત કરતાં બાપુનગર ટ્રાવેલ્સ ઓનર્સ એન્ડ એજન્ટસ યુનિયનના પ્રમુખ મોહન રબારીએ જણાવ્યું કે, રાતના સમયે અને વહેલી સવાર શહેરમાં પ્રવેશ ન હોવાને કારણે મુસાફરો હેરાન થતાં હોય છે. આવામાં જો સમય મર્યાદા ઘટાડી દેવામાં આવે છે તો મુસાફરોને પોતાના નિયત સમય પર ઘરે પહોંચાડી શકાય. જો કે આ માંગ અંગે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી પરંતુ સુરતમાં મુસાફરોની હાલાકી બાદ બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશન દ્રારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે 28મી ફેબ્રુઆરી બાદ કોઈપણ ટ્રાવેલ્સ નાગરિકોને અમદાવાદમાં નહીં ઉતારે તો અમદાવાદ બહાર નજીકના સ્થળ પર લકઝરી બસને ઉભી રાખી દેવામાં આવશે. રિંગરોડ પરથી મુસાફરોએ જાતે પોતાની વ્યવસ્થા કરી જવાનુ રહેશે.

આ પણ વાંચો: ક્રાઇમની થ્રીલર સ્ટોરીને ટક્કર મારે એવી અમદાવાદની હત્યાની ઘટના

કેવી રીતે આખોય મુદ્દો ઉઠ્યો ?

2 દિવસ પહેલાં સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા ટ્રાફિક ડીસીપીને પત્ર લખીને શહેરમાં હેવી વ્હીકલ્સ અને લક્ઝરી બસો પોલીસ કમિશનરના જાહેરનામાના સમયનો ભંગ કરીને શહેરમાં ફરી રહી છે. જેને લઇ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને આમ જનતાએ હેરાન-પરેશાન થવાનો વારો આવે છે. જે અંગેની લેખિતમાં ફરિયાદ કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને કરી હતી અને કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જેને લઇ તમામ બસ ઓપરેટરો એક થઈ ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદને સમર્થન આપીને શહેરમાં ટ્રાફિક ન થાય તે માટે એક પણ બસ શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય કર્યો હતો અને કુમાર કાનાણીની ફરિયાદ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

22મી ફેબ્રુઆરીથી સુરતમાં લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા શહેરમાં એક પણ બસ પ્રવેશ થઈ ન હતી. જેને લઇ શહેરમાં દૂર દૂરથી આવતા મુસાફરોને સુરત શહેરની બહાર ઉતારી દેવામાં આવ્યા હતા. જેને લઇ તમામ મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરિવાર સાથે વહેલી સવારે પાંચથી છ વાગ્યા દરમિયાન શહેરની બહાર ઉતારી દેવાતા મુસાફરો ભારે અટવાયા હતા. 10થી 20 કિલોમીટર દૂર મુસાફરોને ઉતારી દેવાતા તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં પણ તેઓને ખૂબ જ મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ સુરતમાં મહેમાન તરીકે આવ્યા હોય તેવા મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાતા તેમનાં સ્વજનોને ત્યાં પહોંચવામાં પણ ખૂબ જ તકલીફ પડી હતી.

આ પણ વાંચો: મહીસાગર કરુણાંતિકામાં મોતને ભેટેલા 7 કમનસીબોના નામ સામે આવ્યા

શું અમદાવાદમાં સુરત જેવી થશે ?

જે રીતે સુરતમાં નાગરિકોને શહેર બહાર ઉતારી દેવામાં આવ્યા હતા. એ જ રીતે અમદાવાદમાં 28મી ફેબ્રુઆરીથી મુસાફરોને શહેર બહાર ઉતારી દેવામાં આવશે સુરતની જેમ અમદાવાદમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સુરત સહિત અનેક જગ્યાઓથી બસ આવે છે. ખાનગી ટ્રાવેલ માલિકોને ફરિયાદ છે કે જો અમને મંજુરી ના મળે તો ગુજરાતના એસટી વિભાગને પણ મંજુરી ના મળવી જોઈએ પરંતુ એસટી બસ શહેરમાં પ્રવેશે છે જયારે ખાનગી બસોને પ્રવેશ નથી મળતો આવા સંજોગોમાં નિયમ બધા માટે સરખા હોવાનું જણાવ્યું હતું.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો