Home /News /ahmedabad /Automatic Firki Price: અમદાવાદના વેપારીએ બનાવી છે ઓટોમેટિક ફિરકી, ક્યાં મળશે અને શું છે કિંમત?

Automatic Firki Price: અમદાવાદના વેપારીએ બનાવી છે ઓટોમેટિક ફિરકી, ક્યાં મળશે અને શું છે કિંમત?

અમદાવાદના વેપારીએ તૈયાર કરી ઓટોમેટિક ફિરકી

Uttrayan In Ahmedabad: ઉત્તરાયણના રસિયાઓને પતંગ કપાઈ ગયા પછી ફિરકી લપેટવાનો કંટાળો આવતો હોય છે, પરંતુ અમદાવાદના વેપારીએ તેનો ગજબનો તોડ શોધી કાઢ્યો છે. તેમણે ઓટોમેટિક ફિરકીની શોધ કરી છે, જાણો આ ફિરકી કઈ રીતે ચાલે છે અને તેની કિંમત શું છે?

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદઃ જે રીતે લોકો ટેક્નોલોજીની મદદ લઈને પોતાના કામને સરળ બનાવી રહ્યા છે તેનો જોઈને અમદાવાદમાં ફિરકીની નવી શોધ કરવામાં આવી છે. આ ફિરકી એવી છે કે જેમાં તમારો પતંગ કપાયા પછી દોરી લપેટવા માટેનું કષ્ટ ઉઠાવવો પડશે નહીં. કારણ કે લોકોને ઉત્તરાયણ દરમિયાન સૌથી વધારે કંટાળઓ પોતાનો પતંગ કપાયા પછી ફિરકી લપેટવામાં આવતો હોય છે.

    એક તરફ પતંગ રસિયાઓને પતંગ અને દોરીના ભાવમાં થયેલા વધારાના કારણે ખરીદી કરવામાં ખચકાટ થઈ રહ્યો છે, પરંતુ શહેરમાં તૈયાર કરાયેલી ઓટોમેટિક ફિરકીએ અલગ આકર્ષણ જમાવ્યું છે.

    અમદાવાદના ખાડિયા વિસ્તારના વેપારીએ ઓટોમેટિક ફિરકી બનાવી છે, આ પ્રકારની ફિરકી વિશે જાણીને ભલભલાને આશ્ચર્ય થઈ રહ્યું છે પરંતુ આ હકીકત છે. આ એવી ફિરકી છે કે જેમાં પતંગ રસિયાઓને દોરી લપેટવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.

    આ પણ વાંચોઃ ઉત્તરાયણમાં જલસો પડી જાય તેવો પવન રહેશે, આ વાત રસિયાઓને ખૂંચશે

    કઈ રીતે કામ કરે છે આ ઓટોમેટિક ફિરકી?


    માનવામાં આવે છે કે આ પ્રકારની ફિરકી દેશમાં પહેલીવાર બનાવવામાં આવી છે. જેમાં ફિરકીમાં આપવામાં આવેલું બટન દબાવવાની સાથે જ દોરી તેમાં આપોઆપ લપેટાતી જશે. આ ફિરકી ડિઝાઈન કરવા માટે ખાડિયાના વેપારી છેલ્લા 5 વર્ષથી મહેનત કરી રહ્યા છે.

    આ ફિરકીની ખાસિયત છે કે તેને એકવાર ચાર્જ કર્યા પછી તેની બેટરી લગભગ ત્રણ દિવસ સુધી ચાલી શકે છે. આ ફિરકી માર્કેટમાં ધૂમ મચાવી રહી છે.


    પોતાની શોધ અંગે શું કહી રહ્યા છે અતુલ મોદી?


    60 વર્ષથી પતંગના ધંધા સાથે સંકળાયેલા અતુલ મોદી નામના વેપારીએ આ ફિરકી ડિઝાઈન કરી છે. અતુલ મોદી પોતાની શોધ અંગે વાત કરતા જણાવી રહ્યા છે કે, "ઘણાં વર્ષોથી લોકોની આ પ્રકારની ફિરકીની માંગ હતી, છેલ્લા 4-5 વર્ષથી અમે પ્રયત્ન કરતા હતા અને આ વખતે અમને સફળતા મળી ગઈ છે. આ ફિરકીની કિંમત 2100 રૂપિયા છે. આ ફિરકીમાં અઢી હજારવાર દોરી ભરી શકાય છે."
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Ahmedabad news, Kite Festival, Kite flying, Uttarayan, ઉત્તરાયણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन