Ahmedabad Crime: અમદાવાદમાં ચાર યુવકોએ પાર્ટી કરવા લૂંટના ઇરાદે એક વ્યક્તિની હત્યા કરી નાંખી
Ahmedabad Crime: અમદાવાદમાં ચાર યુવકોએ પાર્ટી કરવા લૂંટના ઇરાદે એક વ્યક્તિની હત્યા કરી નાંખી
તમામ આરોપીઓએ મરણ જનારને પકડી લઈ તેની સાથે જપાઝપી કરવા લાગ્યા હતા.
મૃતક રામકુમાર ભૂમિયારને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: શહેર (Ahmedabad)ના કુબેરનગર વિસ્તાર (Kubernagar Area)માં મોજ શોખ અને પાર્ટી કરવા માટે લૂંટ (Loot)ના ઇરાદે એક વ્યક્તિને માર મારીને મોત (Murder)ને ઘાટ ઉતારી દેતાં પોલીસે ચાર આરોપીઓ વિરૂદ્ધ હત્યા (Murder)નો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ત્રીજી ઓગસ્ટના દિવસે રામકુમાર નામનો વ્યક્તિ છારાનગર તરફથી ચાલતા ચાલતા તીર્થરાજ સોસાયટી નજીક પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓ મયુર, સુનિલ ઉર્ફે છોટુ યાદવ, જતીન જાગલાની તથા સાહિલ હરિયાળી પાન પાર્લર ત્રણ રસ્તા પર બેઠા હતા અને તમામ લોકોએ પાર્ટી કરવાનું વિચારેલ પરંતુ તેઓની પાસે મોજશોખ તથા પાર્ટી કરવાના પૂરતા પૈસા ન હોવાથી લૂંટના ઇરાદે મૃતક રામકુમારને પકડી લઈ મયુર સિંધીએ તેના ખિસ્સામાં મુકેલ પાકીટ લઈ લીધેલ. જોકે મૃતકે પ્રતિકાર કરતા આરોપીઓએ મૃતક રામકુમારને ગાળો બોલી ગર્દા પાટુનો માર મારવા લાગેલ.
આ દરમિયાન સુનિલ ઉર્ફે છોટુ નામના આરોપીએ મૃતકનો મોબાઈલ ફોન પણ ઝુંટવી લીધો હતો. જ્યારે જતીન અને શાહિલ બંને એ હાથ પકડી રાખી મયુર અને સુનિલે તેની પાસે બીજી કોઈ કિંમતી ચીજ વસ્તુ છે કે કેમ તે જોવા લાગ્યા હતા. અને મૃતકે ગળામાં સોનાનું પેન્ડલ પહેર્યું હોવાથી તે લૂંટવા જતા મૃતક આરોપીઓને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તમામ આરોપીઓએ મરણ જનારને પકડી લઈ તેની સાથે જપાઝપી કરવા લાગ્યા હતા.
આ દરમિયાન જોરથી જમીન પર પાડી દેતા મૃતકને કપાળના ભાગે અને હોઠના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ મૃતકની સાથે ગાળા ગાળી કરી લાતોનો માર મારી તેની પાસે રહેલ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 900 લૂંટી લીધા હતા.
જોકે મૃતક રામકુમાર ભૂમિયારને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર